.
શબ્દોત્સવ સત્ર ૨ ના વિજેતાઓનો ઈનામ વિતરણ કાર્યક્રમ તા. 29/01/2022 ના રોજ SPR જૈન કન્યા શાળા, ઘાટકોપર મુંબઈમાં યોજાયો હતો. જેમાં લેખક, નાટ્યકાર, કવિ અને સમાજસેવક પ્રવીણભાઈ સોલંકીએ શબ્દોત્સવ સત્ર ૨ ના વિજેતા જાહેર કર્યા હતા.
શબ્દોત્સવ સત્ર ૨ ના મુખ્ય પ્રેરણા સ્ત્રોત બીજલ જગડ, રાજુલ બેન ભાનુશાલી (midday collumnist), ભાવેશ વોરા (શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યા શાળા) અને નંદાબેન ઠક્કર આચાર્યશ્રી, (કન્યા શાળા ગુજરાતી) ઉપસ્થિત રહ્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓ આરુષિ મિનાત અંબાવી અને ટિષા રાકેશભાઈ પટેલે પોતાની રચનાઓ રજુ કરી હતી. તેમને પ્રમાણપત્ર, શિલ્ડ, ઈનામ અર્પણ કરવામાં આવ્યા હતા. શબ્દોત્સવ સત્ર ૨ ના મુખ્ય પ્રેરણા સ્ત્રોત બીજલ જગડે શબ્દોત્સવ સત્ર ૨ વિશે જણાવતાં કહ્યું હતું કે “એક વિચાર વેહતો કર્યો સપ્ટેમ્બર મહિનામાં, જેમાં બનાસકાંઠાની ૮ શાળાઓએ શબ્દોત્સવ સત્ર ૧ માં ભાગ લીધો હતો. જેમાં ૫૩ રચનાઓ આવી હતી. આજે શબ્દોત્સવ સત્ર ૨ માં ૧૯ શાળાઓ ભાગ લીધો અને એમાં ૩૫૦ વિદ્યાર્થીઓ પોતાની રચના પોતાની શાળાનાં શિક્ષકો દ્વારા મોકલી ભાગ લીધો હતો. સતત સંપર્કમાં રહી આખો ઇવેન્ટ virtual છતાં ખૂબ સરસ રીતે યોજાયો. ગુજરાત સાહિત્ય અકાદમી આવા નવા વિચારને હંમેશા પ્રોત્સાહન આપે છે અને આગળ પણ આપશે. કારણ હવે આ હવે એક મોહિમ શરૂ થઈ છે કે ગુજરાતભર અને જ્યાં જ્યાં ગુજરાતી શાળાઓ સ્થાપિત છે ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરવાનો નિશ્ચય કર્યો છે. જેથી ગુજરાતી સાહિત્ય, ગુજરાતી ભાષાને કેન્દ્રમાં રાખી ગુજરાતી શાળામાં ભણતા વિદ્યાર્થીઓમાં રહેલ સર્જનાત્મકતાને શબ્દ સ્વરૂપે બહાર લાવવી. અને ભવિષ્યમાં વિદ્યાર્થીમાં રહેલા સર્જકને ઉજાગર કરવાની વાત છે. આગળ જતાં વધુ શાળાઓ શબ્દોત્સવ સત્રમાં જોડાય એવો મારો પ્રયત્ન રહશે”