સુરેન્દ્રનગર ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજયની સરકારી ઔદ્યોગીક તાલીમ સંસ્થાઓ સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર (મહિલા), પાટડી, ધ્રાંગધ્રા, થાન, ચુડા, મુળી, ચોટીલા, લખતર, હળવદ, સાયલા, લીંબડી તથા ગ્રાન્ટ-ઈન-એઈડ ઔદ્યોગિક તાલીમ કેન્દ્રો જી.આઈ.એ. વઘાડા, જી.આઇ.એ. લીંબડી, જી.આઇ.એ હળવદ, જી.આઇ.એ. ઈન્ફો લીંબડી અલગ- અલગ વ્યવસાયોમાં પ્રવેશસત્ર ઓગસ્ટ-૨૦૨૧માં પ્રવેશ મેળવવા માટે પ્રવેશ પાત્રતા ધરાવતા ઉમેદવારો માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રીયા શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત પ્રવેશવાંચ્છું ઉમેદવારોએ ઉકત સંસ્થાઓ ખાતેથી તેમજ ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન https://itiadmission.gujarat.gov.in અથવા https://www.talimrojgar.gov.in ઉપરથી પ્રવેશ ફોર્મ આગામી તા. ૨૦/૭/૨૦૨૧ સાંજના ૫.૦૦ કલાક સુધી ફોર્મ ભરી શકાશે.

ફોર્મ ભરી જે સંસ્થા ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તે સંસ્થા ખાતે ઉમેદવારોએ તા. ૨૧/૭/૨૦૨૧ના રોજ સાંજના ૫-૦૦ કલાક સુધીમાં પ્રવેશ ફોર્મ ઉમેદવારોએ રજીસ્ટર્ડ કરવાના રહેશે. તા. ૨૩/૭/૨૦૨૧ ના રોજ ઓનલાઈન મેરીટ લિસ્ટ તેમજ કોલલેટર પ્રસિધ્ધ કરવામાં આવશે અને તા.૨૪/૭/૨૦૨૧ થી તા.૨૫/૭/૨૦૨૧ ના રોજ ઉમેદવારોને SMS થી પ્રવેશ બાબતે જાણ કરવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારોએ ઓનલાઈન કોલલેટર તથા SMS દ્વારા જણાવેલ તારીખ અને સમયે જે તે સંસ્થા ખાતે રૂબરૂ હાજર રહેવાનું રહેશે. ઉપરાંત ઉમેદવારોએ પ્રવેશ ફોર્મ રૂપિયા ૫૦/- રજીસ્ટ્રેશન ફી સાથે જરૂરી પ્રમાણપત્રો સહીત પરત જમા કરાવવાનું રહેશે. પ્રવેશવાંચ્છુ ઉમેદવારોને ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અન્ય કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય તો નજીકની આ.ટી.આઈ. નો સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here