Home Uncategorized પ્રધાનમંત્રીએ પ્રખ્યાત અભિનેતા દિલીપકુમારના નિધન અંગે શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રીએ પ્રખ્યાત અભિનેતા દિલીપકુમારના નિધન અંગે શોક વ્યક્ત કર્યો

0
660
narendra modi
narendra modi

narendra modi  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સુપ્રસિદ્ધ અભિનેતા દિલીપકુમારજીના નિધન પર ઉંડા શોકની લાગણી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે તેમનું નિધન આપણા સાંસ્કૃતિક જગતની ખોટ છે.

તાજા ખબર ની વધુ માહિતી

મોરબી જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ

જીઓ સાથે ગૂગલે લોન્ચ કર્યો અલ્ટ્રા અફોર્ડેબલ 4જી સ્માર્ટફોન

 

સરકારી યોજનાની માહિતી માટે gujgovtjobs પર મુલાકાત લો.

 

NARENDRA MODI – DILIP KUMAR

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “દિલીપકુમારજીને ફિલ્મ દંતકથા તરીકે યાદ કરવામાં આવશે. તેઓને અજોડ તેજસ્વીતાનો આશીર્વાદ મળ્યો, જેના કારણે પેઢીઓ સુધીના પ્રેક્ષકો મંત્રમુગ્ધ થયા. તેમના નિધનથી આપણા સાંસ્કૃતિક જગતને ખોટ પડી છે. તેમના પરિજનો, મિત્રો અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આપી શ્રદ્ધાંજલિ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને કહ્યું કે દિલીપકુમારે પોતાની જાતને ઉભરતા ભારતના ઈતિહાસને સંક્ષેપ્તમાં પ્રસ્તુત કર્યા. તેમના નાટકીય આકર્ષણે તમામ સરહદો પાર કરી અને સમગ્ર ઉપમહાદ્વીપમાં પ્રેમ મેળવ્યો. તેમના નિધનથી એક યુગનો અંત થયો. દિલીપસાહેબ ભારતના દિલમાં હંમેશા જીવિત રહેશે. પરિવાર અને અગણિત પ્રશંસકો પ્રત્યે સંવેદના.

રાજનાથ સિંહે વ્યક્ત કર્યો શોક
રક્ષામંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરીને કહ્યું કે જ્યારે હું પદ્મ વિભૂષણ આપવા માટે મુંબઈ ગયો તો દિલીપકુમારજીને વ્યક્તિગત રીતે મળ્યો હતો. મહાન અભિનેતાની સાથે વાતચીત કરવી એ મારા માટે એક વિશેષ ક્ષણ હતી. તેમનું નિધન ભારતીય સિનેમા માટે અપૂર્ણીય ક્ષતિ છે. તેમના પરિવાર, મિક્ષો અને પ્રશંસકો પ્રત્યે મારી હાર્દિક સંવેદના.

શરદ પવારે ટ્વીટ કરીને જતાવ્યો શોક
એનસીપી સુપ્રીમો શરદ પવારે પણ દિલીપકુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે દિગ્ગજ અભિનેતા દિલીપકુમારના નિધન અંગે જાણીને દુખ થયું. આપણે એક લેજેન્ડને ગુમાવ્યા. શોકગ્રસ્ત પરિવાર અને પ્રશંસકો પ્રત્યે મારી ઊંડી સેવેદનાઓ.

અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને જતાવ્યો શોક

અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કહ્યું, ‘એક સંસ્થા જતી રહી. જ્યારે પણ ઇન્ડિયન સિનેમાનો ઈતિહાસ લખાશે ત્યારે હમેશા કહેવાશે દિલીપ કુમાર પહેલાં અને દિલીપ કુમાર પછી. તેમની આત્માને શાંતિ મળે તે માટે હું દુઆ કરું છું. પરિવારને આ દુઃખની ઘડીમાં સાંત્વના મળે. ઘણું જ દુઃખ થયું.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page