મુખ્ય સમાચારરાજ્ય

રાજકોટમાં ડમી શાળાઓમાં ખાનગી રીતે કેન્દ્ર સરકારની તપાસ, ગુજરાત શિક્ષણ વિભાગ થયું દોડતું

રાજ્યમાં ડમી શાળાને લઈ ઠેર-ઠેર શિક્ષણની હાટડીઓ ખુલી જતા શિક્ષણ વિભાગ પણ ચિંતામાં મૂકાયું છે. રાજકોટમાં ડમી શાળાને લઈ ખાનગી રાહે તપાસ કરવામાં આવી રહી છે જેમાં ગાંધીનગરથી શિક્ષણ વિભાગની એક ટીમ તપાસ માટે રાજકોટ પહોંચી છે. ડમી શાળાને લઈ ફરિયાદ ઉઠતા તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જેમાં સ્થાનિક તંત્રને અંધારામાં રાખી શાળામાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેવી ફરિયાદ પણ ઉઠી છે.

રાજકોટ : રાજ્યમાં ડમી સ્કૂલમાં આવી શાળાઓ સામે કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને અગાઉ પત્ર લખાયો. રાજ્ય શાળા સંચાલક મહામંડળના મહામંત્રી પ્રિયવદન કોરાટએ અગાઉ પણ પત્ર લખ્યો હતો. આ બાબતને ગંભીરતાથી લઈને સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા તપાસ થતા રેલો ગુજરાત શિક્ષણ વિભાગ સુધી પહોંચ્યો હતો. ત્યારે રાજકોટમાં ડમી શાળાઓને લઈને ગાંધીનગરના શિક્ષણ વિભાગની ટીમે ખાનગી રીતે તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન સ્થાનિક તંત્રને અંધારામાં રાખી શાળામાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. ડમી શાળાઓને લઈ નોંધાવેલી ફરિયાદો બાદ શિક્ષણ વિભાગ કાર્યવાહી કરવા માટે દોડતું થયું. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આ અંગે શિક્ષણ વિભાગમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. વિગતવાર, જાણવામાં આવ્યું કે આ શાળાઓમાં વિદ્યાર્થી ભણતા નથી, પરંતુ માત્ર નામ રજીસ્ટર કરવામાં આવે છે.

ડમી શાળા સંચાલકો અને ક્લાસિસ સંચાલકો વચ્ચે મીલીભગતથી આ બધું ચાલી રહ્યું છે. આ અંગે સમગ્ર માહિતી શિક્ષણ વિભાગને આપવામાં આવી છે. સ્થાનિક તંત્ર દ્વારા કોઈપણ કાર્યવાહી કરાઈ નથી, તેથી ગાંધીનગરમાંથી ખાસ કરીને ટીમ મોકલવામાં આવી.

રાજ્યમાં ડમી શાળાઓ સામે કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રીને અગાઉ પત્ર લખાયો હતો. રાજ્ય શાળા સંચાલક મહામંડળના મહામંત્રી, ડૉ. પ્રિયવદન કોરાટે 2024માં મુખ્યમંત્રીને પત્ર લખી ડમી શાળાઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે વિનંતી કરી હતી.

Related Articles

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Back to top button
error: Content is protected !!