મુખ્ય સમાચારરાજ્ય

“ધોરણ – 10ના પરિણામમાં ઉત્કૃષ્ટ પરિણામની પરંપરાને જાળવી રાખતી ગોંડલની ગંગોત્રી સ્કૂલ.”

આજરોજ ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થયું જેમાં ગુજરાત બોર્ડનું પરિણામ 83.08%, રાજકોટ જિલ્લાનું પરિણામ 87.19 %, ગોંડલ કેન્દ્રનું પરિણામ 88.23 % જયારે ગંગોત્રી સ્કૂલનું પરિણામ 97.30 % આવેલ છે.

 

આજરોજ ધોરણ 10 બોર્ડનું પરિણામ જાહેર થયું જેમાં ગુજરાત બોર્ડનું પરિણામ 83.08%, રાજકોટ જિલ્લાનું પરિણામ 87.19 %, ગોંડલ કેન્દ્રનું પરિણામ 88.23 % જયારે ગંગોત્રી સ્કૂલનું પરિણામ 97.30 % આવેલ છે.

 

 

ધોરણ 10 બોર્ડમાં ગંગોત્રી સ્કૂલના 7 વિદ્યાર્થીઓએ TOP -10 માં સ્થાન મેળવ્યું છે. જેમાં રૈયાણી યશ્વી અને કાછડ ક્રિશાએ 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ અને ગોંડલ કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. તેમજ 90 PR ઉપર 90 વિદ્યાર્થીઓ ઉતીર્ણ થયા છે.

વિવિધ વિષયો જેવા કે ગણિતમાં 15, વિજ્ઞાનમાં 17 અને સંસ્કૃતમાં 4 વિદ્યાર્થીઓએ 100 માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા છે. જયારે ગુજરાતીમાં 2 વિદ્યાર્થીઓને 98 માર્કસ, અંગ્રેજી 2 વિદ્યાર્થીઓને 98 માર્કસ પ્રાપ્ત કરેલ છે.

પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ ઉત્તમ પરિણામની પરંપરાને જાળવી વિદ્યાર્થીઓ અને શાળાએ ભગવદ્ ભૂમિ ગોંડલને ગૌરવ પ્રદાન કર્યું છે.

પ્રતિવર્ષ આવતા ઝળહળતાં પરિણામની પાછળ શિક્ષણપ્રેમી, સ્વપ્ન અને દીર્ઘદ્રષ્ટા એવા ગંગોત્રી સ્કૂલના ચેરમેન સંદીપભાઈ છોટાળાનું માર્ગદર્શન, પ્રિન્સિપાલ કિરણ મેડમની આંતરસૂઝ, મેનેજમેન્ટ ટીમનું સુંદર અને વ્યવસ્થિત આયોજન, તજજ્ઞ શિક્ષકો દ્વારા ફળદાયી શિક્ષણકાર્ય, મોટીવેશનલ સેમીનાર, પેરેન્ટ્સ મિટિંગ, વિદ્યાર્થીઓને વ્યક્તિગત માર્ગદર્શન, વિદ્યાર્થીઓનો અથાગ પરિશ્રમ અને વાલીઓનો સહયોગ કારણભૂત છે.

વિદ્યાર્થીઓના સર્વાંગીણ વિકાસ માટે, વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓને ઉજાગર કરવા, વિદ્યાર્થીઓને ઉત્તમ શિક્ષણ પ્રદાન કરવા ગંગોત્રી સ્કૂલની સમગ્ર ટીમ પ્રયત્નશીલ અને પ્રતિબદ્ધ રહે છે અને ભવિષ્યમાં પણ રહેશે.

આ વર્ષે બોર્ડની પરીક્ષામાં ઉત્તમ પરિણામ મેળવી શાળાને ગૌરવ પ્રદાન કરનારા વિદ્યાર્થી ભાઇઓ – બહેનોને ગંગોત્રી સ્કૂલના ચેરમેન સંદીપભાઈ છોટાળા અને પ્રિન્સિપાલ કિરણ મેડમે વિદ્યાર્થીઓને હાર પહેરાવી શિલ્ડ વિતરણ કરીને અભિનંદન સાથે ભાવિ સફળતાની શુભેચ્છાઓ

Related Articles

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Back to top button
error: Content is protected !!