મુખ્ય સમાચારરાજ્ય

ગોંડલની ગંગોત્રી સ્કૂલના “ત્રિવેદી વત્સલ” અને “વડોદરિયા ક્રિશ”એ ધોરણ – 10 ની બોર્ડની પરીક્ષામાં મેળવ્યું અવિસ્મરણીય પરિણામ…

આજરોજ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ - 10નું પરિણામ જાહેર થયું જેમાં ગંગોત્રી સ્કૂલમાં અભ્યાસ કરતા "ત્રિવેદી વત્સલ" અને "વડોદરિયા ક્રિશ" એ 99.96 PR સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં ચોથું સ્થાન મેળવ્યું.

આજરોજ ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ – 10નું પરિણામ જાહેર થયું જેમાં ગંગોત્રી સ્કૂલમાં અભ્યાસ કરતા “ત્રિવેદી વત્સલ” અને “વડોદરિયા ક્રિશ” એ 99.96 PR સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં ચોથું સ્થાન મેળવ્યું.

અભ્યાસમાં પહેલેથી જ તેજસ્વી એવા બંને ભાઈઓ નિયમિત 8 થી 10 કલાકની તનતોડ મહેનત કરતા હતા. ત્યારે આ મહેનતુ દીકરાઓએ આજે આવું ઉત્તમ પરિણામ મેળવી પોતાના પિતાના સ્વપ્નને સાચા અર્થમાં સાર્થક કરી શ્રેષ્ઠ નામ કરી બતાવ્યું છે. વત્સલ અને ક્રિશ આ ઉત્તમ પરિણામનો સમગ્ર શ્રેય ગંગોત્રી સ્કૂલની ટીમને આપે છે. તેમના કહેવા મુજબ દરેક શિક્ષકો પાસેથી જરૂરી તાત્કાલિક માર્ગદર્શન મળી રહેતું.

“વત્સલ” અને “ક્રિશ” ના કહેવા મુજબ ગંગોત્રી સ્કૂલની અનોખી શૈક્ષણિક પદ્ધતિ, વ્યક્તિગત માર્ગદર્શન, વ્યક્તિગત કાળજી અને ખાસ તો ગંગોત્રી સ્કૂલના ચેરમેન સંદીપસરના વિશેષ માર્ગદર્શનથી અમે આવું સુંદર પરિણામ મેળવી શક્યા છીએ.

હવે વત્સલ આગળ સાયન્સમાં અભ્યાસ કરી સોફ્ટવેર એન્જિનિયર બની તેના પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવાની ઈચ્છા ધરાવે છે અને ક્રિશ આગળ કોમર્સમાં અભ્યાસ કરી ચાર્ટડ એકાઉન્ટન્ટ (C.A.) બની તેના પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવાની ઈચ્છા ધરાવે છે.

બંને વિદ્યાર્થીઓએ આવું ઉત્તમ પરિણામ મેળવી સ્કૂલનું, સમાજનું અને પરીવારનું ગૌરવ વધારવા બદલ ગંગોત્રી સ્કૂલના ફાઉન્ડર અને ચેરમેન સંદીપ સર છોટાળા તેમજ પ્રિન્સિપાલ કિરણ મેડમ દ્વારા “વત્સલ” અને “ક્રિશ” ને હાર પહેરાવી શિલ્ડથી સન્માનિત કાર્ય હતા તેમજ તેમના પરિવારને પણ મીઠું મોઢું કરાવી તેમની ઉત્તમ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી

Related Articles

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Back to top button
error: Content is protected !!