મુખ્ય સમાચારયુવારાજ્ય

ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ અને ગોંડલ સાયકલ હેલ્થ કલબ દ્વારા રવિવારે 11મી મે, પુનમ ની રાત્રીએ ગોંડલ થી અનલગઢ સાઈકલીંગ ઇવેન્ટ્સ નું આયોજન…

ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ અને ગોંડલ સાઇકલ હેલ્થ કલબ દ્વારા તા.11મી મે રવિવારે પૂનમ ની ચાંદની રાત્રી એ ગોંડલ થી અનલગઢ રાત્રી ના 9-00 વાગ્યાથી 12-00 દરમ્યાન બાળકો અને યુવા ભાઈ બહેનો અને સાઈકલિંગ કરી શકે તેવા તમામ નગરજનો માટે " ફૂલ મૂન નાઈટ સાઈકલિંગ એડવેન્ચર ઇવેન્ટ 2025 " નું આયોજન કરવામાં આવેલ છે...

ગોંડલ ફોરેસ્ટ યુથ કલબ અને ગોંડલ સાઇકલ હેલ્થ કલબ દ્વારા તા.11મી મે રવિવારે પૂનમ ની ચાંદની રાત્રી એ ગોંડલ થી અનલગઢ રાત્રી ના 9-00 વાગ્યાથી 12-00 દરમ્યાન બાળકો અને યુવા ભાઈ બહેનો અને સાઈકલિંગ કરી શકે તેવા તમામ નગરજનો માટે ” ફૂલ મૂન નાઈટ સાઈકલિંગ એડવેન્ચર ઇવેન્ટ 2025 ” નું આયોજન કરવામાં આવેલ છે…
શાળા વેકેશન સમય માં ગોંડલ ના યુવા ભાઈ બહેનો અને બાળકોને સાઈકલિંગ નું મહત્વ સમજાવવા આ નાઈટ એડવેન્ચર સાઈકલિંગ ગોંડલ કોલેજચોક ભગવત ગાર્ડન થી શરૂ કરી મીની મહાબળેશ્વર અનલગઢ ખાતે સાઈકલિંગ કરી પહોંચવાનું રહેશે..પૂનમ ની શીતળ અને ચાંદની રાત્રી નો અદ્દભુત આનંદ અને નાઈટ સાઈકલિંગ ના એડવેન્ચર નો ડબલ લાભ લેવા ગોંડલ ના બાળકો યુવા ભાઈ બહેનો અને નગરજનો ને આ ઇવેન્ટ્સ માં ભાગ લેવા માટેનું એન્ટ્રી ફોર્મ પટેલ બુક સ્ટોર,ટોળીયા ન્યૂઝ એજન્સી ની બાજુમાં લીલાપીઠ સામે થી એન્ટ્રી ફોર્મ મેળવી ને તા.9મી મેં શુક્રવાર સાંજ સુધીમાં પરત કરવાનું રહેશે..
આ ઇવેન્ટ્સ માં ભાગ લેનાર માટે અનલગઢ ખાતે અલ્પાહાર તથા કોલ્ડડ્રિન્કસ ની વ્યવસ્થા રાખવામાં આવેલ છે..
કાર્યક્રમ ના આયોજન ને સફળ બનાવવા હિતેશભાઈ દવે,રવિદર્શનભાઈ આચાર્ય,પિન્ટુભાઈ ચાવડા,રમજુભા જાડેજા,સી.પી.જાડેજા,
સ્મોલ સાઇકલ ગોંડલ ,વાય.ડી.ગોહિલ,જીગર સાટોડીયા, મધુભાઈ તન્ના,વહીવટી વિભાગ ના અધિકારી શ્રી,પોલીસ વિભાગ ગોંડલ સહયોગ અને સહકાર આપી રહેલ છે…
” ફૂલ મૂન નાઈટ સાઈકલિંગ એડવેન્ચર ઇવેન્ટ્સ ને સફળ અને સલામત બનાવવા આયોજકો તરફથી પૂરતી તકેદારી રાખવા પ્રયાસ કરવા માં આવી રહેલ છે..ઇવેન્ટ્સ માં જોડાનાર તમામ લોકોએ તેમની સાઇકલ, સલામતી અને પાણી ની બોટલ ની વ્યવસ્થા જાતે કરવાની રહેશે..
અનલગઢ ખાતે અલ્પાહાર,કોલ્ડડ્રિન્કસ અને મ્યુઝિક સિસ્ટમ ની વ્યવસ્થા કરવામાં આવેલ છે…શક્ય થશે તો ભાગ લેનાર તમામ માટે ઇ.સર્ટીફીકેટ આપવામાં આવશે.આપ પરિવાર સાથે આ ઇવેન્ટ્સ માં જોડાઈ શકો છો..
ઇવેન્ટ્સ માટે એન્ટ્રી ફોર્મ પટેલ બુક સ્ટોર ગોંડલ ખાતે થી મેળવી તા.9-5-2025 સાંજ સુધીમાં પરત કરવાના રહેશે..

Related Articles

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Back to top button
error: Content is protected !!