દેસાઈ પલકએ ધોરણ-12 કોમર્સ ની પરીક્ષામાં મેળવ્યું ઝળહળતું પરિણામ……
આજરોજ ધોરણ-12 કોમર્સનું પરિણામ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયું.

આજરોજ ધોરણ-12 કોમર્સનું પરિણામ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયું. જેમાં ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં અભ્યાસ કરતી દેસાઈ પલકએ 99.98PR સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં દ્વિતીય સ્થાન મેળવી સફળતાનો ડંકો વગાડ્યો છે. દેસાઈ પાલકએ ધોરણ-12 કોમર્સમાં વર્ષ ભરનું આયોજનપૂર્વક શૈક્ષણિક કાર્ય ખૂબ જ નિયમિતતા, ઉત્સાહ અને એકાગ્રતાથી પૂર્ણ કર્યું છે. તેમણે ધોરણ- 12 માં દરેક વિષયમાં પૂરતું ધ્યાન આપી તેમની નાનામાં નાની બાબત પણ ખૂબ જ ધ્યાનપૂર્વક શીખી છે. આવા ઉજ્જવળ પરિણામ માટે દેસાઈ પલક પોતાના પરિણામનો શ્રેય ગંગોત્રી સ્કૂલનાં ફાઉન્ડર અને ચેરમેન સંદિપસર છોટાળાના માર્ગદર્શનને આપે છે. તેમના કહેવા મુજબ આ શાળામાં ખૂબ જ ચોક્કસ, સચોટ અને વ્યક્તિગત માર્ગદર્શનના કારણે કોઈપણ વિદ્યાર્થી આવું સુંદર પરિણામ ગંગોત્રી સ્કૂલમાં બનાવી શકે છે.
આ તકે ગંગોત્રી સ્કૂલના ફાઉન્ડર અને ચેરમેન સંદિપ સર છોટાળા તેમજ આચાર્ય કિરણ મેડમે દેસાઈ પલકને તેમજ તેમના પરિવારને આવા શ્રેષ્ઠ પરિણામ બદલ તેમજ ઉચ્ચ કારકિર્દી માટે ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. દેસાઈ પલક હવે ધોરણ 12 પછી B.C.A.નો અભ્યાસ કરી આગળ પોતાની કારકિર્દીનું નિર્માણ કરવા માગે છે.