મુખ્ય સમાચારરાજ્ય

ધોરણ 12 સાયન્સમાં ગંગોત્રી સ્કૂલનું ધમાકેદાર પરિણામ…

દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ-12 સાયન્સનાં પરિણામમાં રાઠોડ હેમાંશી ગિરીશભાઈ ગુજરાત બોર્ડમાં 99.86 PR સાથે A1 ગ્રેડ મેળવેલ છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ-12 સાયન્સનાં પરિણામમાં રાઠોડ હેમાંશી ગિરીશભાઈ ગુજરાત બોર્ડમાં 99.86 PR સાથે A1 ગ્રેડ મેળવેલ છે. ગંગોત્રી સ્કૂલમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી ગંગોત્રી સ્કૂલ તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે. રાઠોડ હેમાંશી ગોંડલ તાલુકાના ડૈયા ગામના એક મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે કે જેમના પિતા એક ડ્રાઇવરનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. હેમાંશીએ પોતાના પરિણામના યશભાગી ગંગોત્રી સ્કૂલને ગણાવી છે. શિક્ષકોના યોગ્ય માર્ગદર્શન, મહેનતથી અને આચાર્યશ્રીની આયોજનબદ્ધ કાર્યપ્રણાલી થી હું શ્રેષ્ઠ પરિણામ લાવી શકી છું. મે સ્કૂલમાં લેવાતી દરેક વિક્લી, મંથલી તેમજ લાસ્ટમાં લેવાયેલ પ્રિ-બોર્ડ એક્ઝામ ખૂબ જ ગંભીરતાથી આપી હતી તેનો લાભ મને આ પરિણામમાં થયો. આ સાથે ગંગોત્રી સ્કૂલ – ગોંડલના ફાઉન્ડર અને ચેરમેન સંદિપસરનો પણ હું ખુબ આભાર વ્યક્ત કરું છું. તેમના ઉત્તમ પ્રેરણાદાયી માર્ગદર્શનથી આવું સારું પરિણામ મેળવી શકી છું.
આવું સુંદર પરિણામ લાવનાર રાઠોડ હેમાંશીને સંસ્થાના ચેરમેન સંદીપસર દ્વારા હાર પહેરાવી, હિમાંશી અને પરિવારનું મીઠું મોઢું કરાવ્યું હતું.

Related Articles

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Back to top button
error: Content is protected !!