મુખ્ય સમાચારરાજ્ય

ડ્રાઈવર પિતાની દીકરીએ ધોરણ 12 કોમર્સની પરીક્ષામાં મેળવ્યું શ્રેષ્ઠ પરિણામ……

આજરોજ ધોરણ- 12 કોમર્સ નું પરિણામ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયું

 

આજરોજ ધોરણ- 12 કોમર્સ નું પરિણામ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયું. જેમાં ગંગોત્રી સ્કૂલ-ગોંડલમાં અભ્યાસ કરતી દેલવાડીયા ધ્રુવીએ 99.99PR સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવી ડ્રાઈવર પિતાની દીકરીએ સફળતાનો ડંકો વગાડ્યો છે. દેલવાડીયા ધ્રુવીએ એક ગરીબ પરિવારની દીકરી છે. તેના પિતા ડ્રાઈવિંગ કામ કરે છે. દેલવાડીયા ધ્રુવીએ ધોરણ-12 કોમર્સમાં નિયમિત 9 થી 10 કલાકની તનતોડ મહેનત કરી છે. ત્યારે ડ્રાઈવર પિતાની પુત્રીએ આજે આવું ઉત્તમ પરિણામ મેળવી તેમણે પોતાના પિતાના સ્વપ્નને સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે. તેમને ધોરણ 10 માં પણ ગંગોત્રી સ્કૂલમાંજ અભ્યાસ કરીને ધોરણ 10 ના પરિણામમાં 99.98 PR મેળવ્યા હતાં. તેમના કહેવા મુજબ તેઓ આ સમગ્ર પરિણામનો શ્રેય ગંગોત્રી સ્કૂલની ટીમને આપે છે. તેમના કહેવા મુજબ દરેક શિક્ષકો પાસેથી જરૂરી તાત્કાલિક માર્ગદર્શન મળી રહેતું. એજ્યુકેશન સિસ્ટમ, નિયમિતતા અને સતત વ્યક્તિગત કાળજી આ સ્કૂલમાં અપાય છે. અને ખાસ તો ગંગોત્રી સ્કૂલના ચેરમેન સંદિપસરના વિશેષ માર્ગદર્શનથી આ સ્કૂલ દરેક ધોરણમાં વર્ષોથી આવું સુંદર પરિણામ મેળવે છે. હવે દેલવાડીયા ધ્રુવીને ને આગળ કોમર્સમાં B.B.A નો અભ્યાસ કરી પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવાની મહેચ્છા ધરાવે છે.

Related Articles

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Back to top button
error: Content is protected !!