રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે તથા મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના વરદ્ હસ્તે કરવામાં આવ્યું.
વોર્ડ નં.૧૦માં કુલ રૂ.૩.૭૦ લાખના ખર્ચે પેવિંગ બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત

વોર્ડ નં.૧૦માં કુલ રૂ.૩.૭૦ લાખના ખર્ચે પેવિંગ બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. રોજ વોર્ડ નં.૧૦માં આવેલ સૌરભ સોસાયટીમાં કુલ રૂ.૩.૭૦ લાખના ખર્ચે પેવિંગ બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે તથા મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયાના વરદ્ હસ્તે કરવામાં આવ્યું.
આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ.માધવ દવે, મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મંત્રી હરેશભાઈ કાનાણી, વિજયભાઈ પાડલીયા, ટાઉન પ્લાનિંગ સમિતિ ચેરમેન ચેતનભાઈ સુરેજા, કોર્પોરેટર જ્યોત્સનાબેન ટીલાળા, નરેન્દ્રસિંહ વાઘેલા, વોર્ડ પ્રમુખ જયેશભાઈ ચોવટીયા, મહામંત્રી મનિષભાઈ ડેડકીયા, અનિરુધ્ધભાઈ મૈયાત્રા, અગ્રણી પરેશભાઈ દવે, મગનભાઈ બલદાણીયા, કમલેશભાઈ ત્રિવેદી, યજ્ઞેશભાઈ, નવીનભાઈ ગોહેલ, અશોકભાઈ ડોબરીયા, કૌશિકભાઈ ભટ્ટ વગેરે ઉપસ્થિત રહેલ.
આ કામે અંદાજીત ૪૦૦ ચો.મી.માં કામ થવાથી આસપાસની સોસાયટીના આશરે ૫૦૦ થી વધુ રહેવાસીઓની સુવિધામાં વધારો થશે અને હાલાકીમાંથી મુક્તિ મળશે.