રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૦માં કુલ રૂ.૧.૫૯ લાખના ખર્ચે સ્ટોર્મ વોટર લાઈન નાખવાના કામનું ખાતમુહૂર્ત
મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા તથા ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહના વરદ્ હસ્તે કરવામાં આવ્યું.

મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા તથા ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહના વરદ્ હસ્તે કરવામાં આવ્યું.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. રોજ વોર્ડ નં.૧૦માં આવેલ આલાપ હેરીટેજમાં કુલ રૂ.૧.૫૯ લાખના ખર્ચે સ્ટોર્મ વોટર લાઈન નાખવાના કામનું ખાતમુહૂર્ત મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા તથા ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહના વરદ્ હસ્તે કરવામાં આવ્યું.
આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલીયા, રાજકોટ શહેર ભાજપ મંત્રી હરેશભાઈ કાનાણી, વિજયભાઈ પાડલીયા, ટાઉન પ્લાનિંગ સમિતિ ચેરમેન ચેતનભાઈ સુરેજા, કોર્પોરેટર જ્યોત્સનાબેન ટીલાળા, નરેન્દ્રસિંહ વાઘેલા, વોર્ડ પ્રમુખ જયેશભાઈ ચોવટીયા, મહામંત્રી મનિષભાઈ ડેડકીયા, અનિરુધ્ધભાઈ મૈયાત્રા, પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઈ ભોરણીયા, અગ્રણી ધીરજભાઈ માંકડીયા, નરેન્દ્રભાઈ ડોબરીયા, દિલીપભાઈ પંડ્યા, વિપુલભાઈ ભટ્ટ, એ.કે.જોશી, ઘોડાસરાભાઈ, યુગભાઈ કણસાગરા, જયેશભાઈ પટેલ, નયનાબેન માંકડીયા, ગીતાબેન ખીમસુરીયા, બોડાભાઈ, હિરાલાલ પીપળીયા, વ્યાસભાઈ વગેરે ઉપસ્થિત રહેલ.
આ કામે અંદાજીત ૩૦૦ એમ.એમ.ડાયામીટર પાઈપનું કામ થવાથી આસપાસની સોસાયટીના આશરે ૧૦૦૦ થી વધુ રહેવાસીઓની સુવિધામાં વધારો થશે અને હાલાકીમાંથી મુક્તિ મળશે.