શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ અપાવવા માટે વિશેષ કેમ્પ યોજાયો
જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, અમદાવાદ (શહેર)ના પ્રયાસોથી માત્ર બે દિવસમાં 305 શિક્ષકો માટે પાત્રતા હુકમ કરીને દરખાસ્ત તૈયાર કરવામાં આવી

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, અમદાવાદ (શહેર)ના પ્રયાસોથી માત્ર બે દિવસમાં 305
શિક્ષકો માટે પાત્રતા હુકમ કરીને દરખાસ્ત તૈયાર કરવામાં આવી
0000
ગુજરાત સરકારના નાણા વિભાગના 16 એપ્રિલ,2025ના ઠરાવ અનુસાર 1 એપ્રિલ, 2005
પહેલાં નિમણૂક પામેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવાની દરખાસ્ત કરવાની
હતી, જેથી તેમને જીપીએફ નંબર ફાળવી શકાય. અમદાવાદના શિક્ષકોને આ નિર્ણયનો સત્વરે
અને સમયસર લાભ મળે એ માટે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી રોહિત ચૌધરીના માર્ગદર્શનમાં
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, અમદાવાદ શહેર દ્વારા ત્વરિત કામગીરી શરૂ કરી દેવામાં આવી
છે. તા. 1 અને 2 મે, 2025ના રોજ બે દિવસીય વિશેષ કેમ્પ યોજીને કુલ 305 શિક્ષકોના
પાત્રતા હુકમ કરીને તેમને જૂની પેન્શન યોજનામાં જોડવા માટેની દરખાસ્ત તૈયાર કરી દેવામાં
આવી છે.
જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આ અંગે પરિપત્ર કરીને સરકારી ઉપરાંત બિનસરકારી
અનુદાનીત સહિતની શાળાઓના શિક્ષકોને જાણકારી આપીને વહેલીતકે તેમની દરખાસ્ત તૈયાર
કરવાની તકેદારી રાખવામાં આવી છે. શિક્ષણાધિકારીની કચેરીનો આ પ્રયાસ અને પ્રો-
એક્ટિવનેસથી અમદાવાદ શહેરના શિક્ષકોમાં આનંદ અને આભારની લાગણી જોવા મળી રહી
છે.