મુખ્ય સમાચારરાજ્ય

રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે બોપલની ડીપીએસ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

વિધાર્થીઓ અને શિક્ષકોને સોશિયલ મીડિયા સંબંધિત સાઇબર ક્રાઈમ, નાણાકીય સાઇબર ક્રાઈમ, ટેક્નિકલ સાઇબર ક્રાઈમ વિશેની માહિતી અને સમજણ આપવામાં

 

 

સાઇબર સેલ, એલ.સી.બી., અમદાવાદ ગ્રામ્ય દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો

સાઇબર સેલ, એલ.સી.બી., અમદાવાદ ગ્રામ્ય દ્વારા 'રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ& નિમિત્તે,
ડીપીએસ સ્કૂલ, બોપલ ખાતે સાઇબર ક્રાઈમ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સોશિયલ મીડિયા સંબંધિત સાઇબર ક્રાઈમ, નાણાકીય
સાઇબર ક્રાઈમ, ટેક્નિકલ સાઇબર ક્રાઈમ વિશેની માહિતી અને સમજણ આપવામાં આવી હતી
અને આ ક્રાઈમથી કેવી રીતે બચવું, તે વિશે શિક્ષિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, વિદ્યાર્થીઓને સોશિયલ મીડિયાના ઉપયોગ વિશે જાણકારી આપીને સુરક્ષિત રીતે
તેનો ઉપયોગ કરવા સમજણ આપવામાં આવી હતી.
શાળાનાં બાળકો દ્વારા ફેક સોશિયલ મીડિયા પેજ બનાવીને કોઈને હેરેસ કે કોઈનું બુલિંગ કરવું
એ ગુનો બને છે; અને તે વ્યક્તિ પર કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે, જેની જાણકારી પણ
આપવામાં આવી હતી. સાઇબર બુલિંગ કે હેરેસમેન્‍ટનો શિકાર થાવ ત્યારે 1930 પર કોલ કરી
ફરિયાદ કરી શકો છો. એવી જાણકારી આપવામાં આવી હતી.
ડીપીએસ શાળાના 200 જેટલા વિદ્યાર્થીઓ અને 15 શિક્ષકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

Related Articles

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Back to top button
error: Content is protected !!