મુખ્ય સમાચારયુવારાજ્ય

નેશનલ મિશન એડીબલ ઓઇલ-ઓઇલસીડ યોજના અંતર્ગત તા.૧૦ મે સુધીમાં અરજી કરી શકાશે

ભારત સરકારશ્રી દ્વારા "નેશનલ મિશન એડીબલ ઓઇલ-ઓઇલસીડ" યોજના અમલમાં છે.

રાજકોટ તા. ૦૫ મે – ભારત સરકારશ્રી દ્વારા “નેશનલ મિશન એડીબલ ઓઇલ-ઓઇલસીડ” યોજના અમલમાં છે. કેંદ્ર પુરસ્કૃત આ યોજના અંતર્ગત નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન Value Chain Partners(VCPs) પાસે કામગીરી કરાવવાની થાય છે. રાજ્યમાં જિલ્લાવાર VCPs નક્કી કરવાની કામગીરી માટે યોજનાની ગાઇડલાઇન મુજબ પાત્રતા ધરાવતા રાજ્યના એફપીઓ/કોઓપરેટીવ્સ, પબ્લિક કોર્પોરેશન તથા એપીએમસી “કૃષિ પ્રગતિ પોર્ટલ” ઉપર ઓનલાઇન અરજીઓ કરી શકશે. જે અન્વયે આ કામગીરી કરવા માટે રસ ધરાવતી ઉપરોક્ત સંસ્થાઓએ ખેતી નિયામકશ્રીની કચેરીના “કૃષિ પ્રગતિ પોર્ટલ” (વેબસાઇટ-https://krushipragati.co.in) પર તા.૧૦ મે સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે. VCPs તરીકે કરવાની થતી કામગીરી અને લાયકાત અંગેની વધુ વિગતો જોવા માટે “કૃષિ પ્રગતિ પોર્ટલ” પરથી ડૉક્યુમેન્ટ ડાઉનલોડ કરી શકાશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Articles

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Back to top button
error: Content is protected !!