ખોખરા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે રાજ્યકક્ષાની જવાબદારી ટેનિસ આયોજન આયોજન
અં-૧૪ વયજૂથમાં ભાઈઓ-બહેનોની લોન ટેનિસ સ્પર્ધામાં ૧૪૨ ખેલાડીઓએ ભાગ લીધો

ખેલ મહાકુંભ ૩.૦
****
ખોખરા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે રાજયકક્ષાની લોન ટેનિસ સ્પર્ધા યોજાઈ
***
અં-૧૪ વયજૂથમાં ભાઈઓ-બહેનોની લોન ટેનિસ સ્પર્ધામાં ૧૪૨ ખેલાડીઓએ ભાગ
લીધો
*****
ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત ખોખરા સ્પોર્ટસ કોમ્પલેક્ષ, અમદાવાદ ખાતે રાજયકક્ષાની
લોન ટેનિસ સ્પર્ધા યોજાઈ હતી.
અં-૧૪ વયજૂથમાં યોજાયેલી ભાઈઓ-બહેનોની લોન ટેનિસ સ્પર્ધામાં રાજ્યના વિવિધ
જિલ્લાઓમાંથી કુલ ૧૪૨ ખેલાડીઓએ ભાગ લીધો હતો.
સ્પર્ધાના પરિણામોમાં અં-૧૪ વયજૂથ ભાઈઓની સ્પર્ધામાં કબીર પરમારે ગોલ્ડ
મેડલ, પ્રયાગ પટેલે સિલ્વર મેડલ અને દેવાંશ આચાર્યએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
અં-૧૪ વયજૂથ બહેનોની સ્પર્ધામાં જેન્સી કાનાબારે ગોલ્ડ મેડલ, મારીયા પટેલે સિલ્વર
મેડલ અને મહેક ચિત્રોડાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
સ્પર્ધાના વિજેતા થયેલા ખેલાડીઓને રાજય સરકાર દ્વારા મેડલ અને ટ્રેક શુટ આપી
ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.