મુખ્ય સમાચારરાજ્ય

બગોદરા-ધોળકા રોડ, બગોદરા-તારાપુર રોડ, ભમાસરા રોડ સહિતના વિસ્તારોમાં ઓવરલોડ ડમ્પર ચાલકો વિરુદ્ધ તંત્રનો સકંજો

અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા ગેરકાયદેસર રીતે દોડતા રેતી, કપચી કે માટીના ડમ્પરો ઉપર મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કાર્યવાહી

અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા ગેરકાયદેસર રીતે દોડતા રેતી,
કપચી કે માટીના ડમ્પરો ઉપર મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત કાર્યવાહી

નિયમિત પેટ્રોલિંગ થકી ગેરકાયદેસર રીતે દોડતા ડમ્પરો વિરુદ્ધ જિલ્લા ટ્રાફિક શાખા

દ્વારા અવિરત ચાલતી કામગીરી

***

અમદાવાદ જિલ્લા ગ્રામ્યમાં બગોદરા-ધોળકા રોડ, બગોદરા-તારાપુર રોડ, ભમાસરા
રોડ સહિતના વિસ્તારોમાં માટી ભરેલા ઓવરલોડ ડમ્પર તાડપત્રી બાંધ્યા વગર વહન કરતા
હોવાથી તેમાં રહેલી માટી હવામાં ઉડવાના કારણે નાના વાહન ચાલકોમાં તે કારણસર
અકસ્માતનું પ્રમાણ વધવાનો અહેવાલ સામે આવ્યો હતો.
આ અન્વયે પોલીસ અધિક્ષકશ્રી, અમદાવાદ ગ્રામ્યની કચેરી હેઠળ ધંધુકાના
એ.એસ.પી.શ્રી, ધોળકાના પોલીસ અધિક્ષકશ્રી તથા જિલ્લા ટ્રાફિકના પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી
દ્વારા બગોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે રેતી, કપચી કે માટીના ડમ્પરો
નીકળે તેની વિરુદ્ધ તેમજ ઓવરલોડ ડમ્પર ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2024માં 33 ડમ્પરો ચાલકો વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટની કલમ 207
મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી, તેમજ 6 ડમ્પરોને ડીટેઇન કરી તેઓ સામે કાર્યવાહી
કરવા માટે ખાણ ખનીજ વિભાગ તેમજ આર.ટી.ઓ વિભાગને પણ જાણ કરવામાં આવી હતી.
આ ઉપરાંત, વર્ષ 2025ની સાલમાં 15 ડમ્પરો ચાલકો વિરૂધ્ધ મોટર વ્હીકલ એક્ટની
કલમ 207 મુજબ કાર્યવાહી કરવામા આવેલ છે તથા 3 ડમ્પરોને ડીટેઇન કરી તેઓ વિરૂધ્ધ

કાર્યવાહી કરવા ખાણ ખનીજ વિભાગ તેમજ આર.ટી.ઓ વિભાગને જાણ કરવામાં આવી છે. આ
કાર્યવાહી ઉપરાંત હાઇવે રોડ ઉપર આવી પ્રવૃત્તિ ધ્યાન ઉપર આવે તો કાયદેસર કરવા માટે
પણ સૂચન કરવામાં આવેલ છે.
ધોળકા તાલુકામાં કોઠ પોલીસ સ્ટેશનની હદ વિસ્તાર ખાતેથી પસાર થતા ડમ્પર તેમજ
અન્ય સાધનો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. કોઠ પોલીસ સ્ટેશન ખાતે વર્ષ
2025માં ડમ્પર નં.-GJ-13-AX-8686ના વાહન માલિક વિરુદ્ધ ખાણ-ખનીજ ધારાની કલમ 34
મુજબ તા.02/01/2025ના રોજ કાર્યવાહી કરવામાં આવી હતી. કોઠ પોલીસ સ્ટેશન ખાતે તા.
01/02/2025થી તા.11/04/2025 સુધીમાં કુલ 45 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા છે. કોઠ
પોલીસ સ્ટેશન ખાતે વાહનો ડીટેન કરવાની કામગીરીની સાથે તેની હદ અને વિસ્તારમાં
ઓવરલોડ માલ ભરીને બેફામ ગતિએ દોડતા ડમ્પર તેમજ અન્ય વાહનો વિરુદ્ધમાં પણ
કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.
અમદાવાદ જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા હાઇવે રોડ ઉપર ચાલતા ડમ્પરોને અવાર નવાર
ચેક કરવામાં આવે છે અને જરૂર અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. જિલ્લા
ટ્રાફિક શાખા દ્વારા વાહન ચેકિંગ દરમિયાન ડમ્પરો ઉપર મોટર વ્હીકલ એકટ મુજબ સ્થળ ઉપર
દંડ તેમજ કલમ 207 મુજબ વાહન ડીટેઈન કરવાની કાર્યવાહી કરવામાં આવે છે. રોયલ્ટી
વગરના ડમ્પરો મળી આવે તો તેમના વિરૂદ્ધ ખાણ ખનીજ વિભાગને જાણ કરી કાયદેસરની
કાર્યવાહી કરવામાં આવે છે તેમજ ઓનલાઇન ઈ-ચલણની કાર્યવાહી પણ કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023ના વર્ષમાં આવા ગેરકાયદેસર ચાલતા 82 ડમ્પરોને
ડીટેઇન કરીને ખાણ ખનીજ વિભાગ તરફ મોકલી આપતા રૂ.1,77,17,636 જેટલો માતબર દંડ
વસુલ કરવામાં આવ્યો હતો તેમજ કુલ 62 ડમ્પરો આર.ટી.ઓ. વિભાગ તરફ મોકલી આપતા
રૂ.4,34,290 જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
વર્ષ 2024ના વર્ષમાં કુલ 07 ડમ્પરોને ડીટેઈન કરી ખાણ ખનીજ વિભાગ તરફ દંડ
ભરવા મોકલી આપવામાં આવ્યા હતા તેમજ આર.ટી.ઓ. અને નામદાર કોર્ટ તરફ 56
ડમ્પરોને મોટર વ્હીકલ એકટની કલમ 207 મુજબ ડીટેઈન કરી મોકલી આપતા આર.ટી.ઓ
તથા કોર્ટ દ્વારા રૂ.3,65,868 દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.
તદુપરાંત, માર્ચ, 2025 સુધીમાં કુલ 16 ડમ્પરોને મોટર વ્હીકલ એકટની કલમ 207
મુજબ ડીટેઈન કરી નામદાર કોર્ટ તથા આર.ટી.ઓ. તરફ મોકલી આપવામાં આવેલ છે. તેમજ
જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા હાઇવે રૂટ પેટ્રોલિંગમાં રહેલ ઇન્ચાર્જશ્રીઓને હાઇવે રોડ ઉપર

ગેરકાયદેસર રીતે ચાલતા ડમ્પરો તેમજ માટી ભરેલ ડમ્પરોમાં, કપડું ઢાંકયા સિવાય ચાલતા
ડમ્પરો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના થાણા અધિકારીશ્રી તથા ટ્રાફિકની કમગીરી કરતાં
કર્મચારીઓને આ પ્રકારે ઓવરલોડ ચાલતાં ડમ્પરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા
અવારનવાર સૂચન કરવામાં આવેલ છે.

Related Articles

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Back to top button
error: Content is protected !!