મુખ્ય સમાચારરાજ્ય

“મિશન શક્તિ” યોજનાની જિલ્લા કક્ષાની દેખરેખ અને મૂલ્યાંકન સમિતિની બેઠક યોજાશે

રાજકોટ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને તા.૦૮/૦૫/૨૦૨૫ના રોજ બપોરે ૧.૩૦ વાગ્યે “મિશન શક્તિ” યોજનાની જિલ્લા કક્ષાની દેખરેખ અને મૂલ્યાંકન સમિતિની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાશે.

રાજકોટ તા. ૦૬ મે – રાજકોટ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને તા.૦૮/૦૫/૨૦૨૫ના રોજ બપોરે ૧.૩૦ વાગ્યે “મિશન શક્તિ” યોજનાની જિલ્લા કક્ષાની દેખરેખ અને મૂલ્યાંકન સમિતિની બેઠક કલેકટર કચેરી ખાતે યોજાશે.

        હિંસાથી અસરગ્રસ્ત તથા મુશ્કેલ પરિસ્થિતિમાં હોય તેવી પીડિતાઓને સરકાર દ્વારા તાત્કાલિક કાળજી, સમર્થન, સહાય પૂરી પાડવી, પુનર્વસન અને સમુદાયના લોકોને સરકારી યોજનાઓ/કાર્યક્રમો, કાયદાકીય જોગવાઈઓ વિશે જાગૃત કરવા વિવિધ યોજનાઓ/કાયદાઓ હેઠળ કાર્યકર્તાઓ/ફરજ બજાવનારનું તાલીમ અને ક્ષમતાવર્ધન કરવા તેમજ જાતિગત અસમાનતા અને લૈંગિક પસંદગી નાબુદ કરી બાળકીનું અસ્તિત્વ, રક્ષણ, શિક્ષણ અને વિકાસ સુનિશ્ચિત કરવાના હેતુથી “મિશન શક્તિ” યોજનાનું અમલીકરણ કરાયું છે. જેના માટે જિલ્લા કક્ષાની દેખરેખ અને મૂલ્યાંકન સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિની કામગીરીની સમીક્ષા માટે યોજાનારી બેઠકમાં સંબધિત વિભાગના અધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહેવા જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી ડો. જનકસિંહ ગોહિલે અનુરોધ કર્યો છે.

Related Articles

પ્રતિશાદ આપો

તમારું ઇમેઇલ સરનામું પ્રકાશિત કરવામાં આવશે નહીં. જરૂરી ક્ષેત્રો ચિહ્નિત થયેલ છે *

Back to top button
error: Content is protected !!