મુખ્ય સમાચારરાજ્ય
રાજકોટ જિલ્લામાં આગામી તા. ૭ થી ૧૧ સુધી છૂટાછવાયાં વરસાદની શક્યતા
હવામાન કેન્દ્ર અમદાવાદ દ્રારા આગામી તા. ૦૭ મે થી ૧૧ મે સુધી ૫ દિવસો દરમ્યાનની રાજકોટ જિલ્લામાં હવામાનની આગાહી કરવામાં આવી છે.

રાજકોટ તા. ૦૬ મે – હવામાન કેન્દ્ર અમદાવાદ દ્રારા આગામી તા. ૦૭ મે થી ૧૧ મે સુધી ૫ દિવસો દરમ્યાનની રાજકોટ જિલ્લામાં હવામાનની આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર આવતીકાલ આ પાંચ દિવસો દરમ્યાન જિલ્લામાં છૂટાછવાયાં વરસાદની શક્યતા જણાવવામાં આવી છે. આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન ૩૩-૩૫ ડિગ્રી સેલ્શીયસ જેટલું તેમજ લઘુતમ તાપમાન રાત્રી દરમ્યાન ૧૯-૨૦ ડિગ્રી સેલ્શીયસ તથા મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે ૯૦-૯૫ અને ૫૦-૭૦ ટકા જેટલું રહેવાની સંભાવના છે. પવનની ઝડપ ૮ થી ૧૮ કીમી/કલાક અને પશ્ચિમ અને નૈઋત્ય દિશા રહેવાની શક્યતા છે તેમ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી તરઘડીયાની યાદીમાં જણાવાયું છે.