પ્રભારી સચિવ શ્રી મૂકેશ કુમારના અધ્યક્ષસ્થાને અમદાવાદ જિલ્લા સિવિલ ડિફેન્સ મોકડ્રીલ તથા માવઠાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ
જિલ્લા કલેક્ટર શ્રી સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, અધિક પોલીસ કમિશનર શ્રી નીરજ બડગુજર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સહિત ઉચ્ચ અધિકારીઓએ કરી સમીક્ષા

****
જિલ્લા કલેક્ટર શ્રી સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, અધિક
પોલીસ કમિશનર શ્રી નીરજ બડગુજર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સહિત ઉચ્ચ અધિકારીઓએ કરી સમીક્ષા
****
અમદાવાદ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કુલ ૧૮ સ્થળોએ યોજાયેલી સિવિલ
ડીફેન્સ મોકડ્રીલ બાદ જિલ્લા કલેકટર કચેરી ખાતે પ્રભારી સચિવ શ્રી મૂકેશ કુમારના
અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી સુજીત કુમાર, જિલ્લા
વિકાસ અધિકારી શ્રી વિદેહ ખરે, અધિક પોલીસ કમિશનર શ્રી નીરજ બડગુજર, જિલ્લા પોલીસ
અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોકડ્રીલના
સ્થળોના નોડલ અધિકારી – પ્રાંત અધિકારીશ્રીઓ ઓનલાઇન માધ્યમથી બેઠકમાં સહભાગી
થયા હતા.
જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રભારી સચિવશ્રીને જિલ્લાના તમામ સ્થળોએ યોજાયેલ
મોકડ્રીલ અને તેના આયોજનની વિગતો પૂરી પાડી હતી. આ ઉપરાંત જિલ્લામાં વરસાદી
માવઠાની સ્થિતિનો ચિતાર પણ આપ્યો હતો.
વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયેલા મોકડ્રીલ સ્થળ નોડલ અધિકારીશ્રીઓએ સમગ્ર
કાર્યવાહી અંગે તેમનો અનુભવ વર્ણવ્યો હતો તેમજ તૈયારીઓ અને તેના અમલીકરણ અંગે
અનુભવાયેલ પડકારો અંગે પણ ચર્ચા કરી હતી.
જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા પોલીસ વડાએ કંટ્રોલ રૂમ સહિત વહીવટી તંત્ર અને
પોલીસ વિભાગની તૈયારીઓ અને કોમ્યુનિકેશન અંગે વિગતે માહિતી પૂરી પાડી હતી.
પ્રભારી સચિવશ્રીએ તૈયારીઓ અને મોકડ્રીલ અમલીકરણની સમીક્ષા કરીને કામગીરી
અંગે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. પરિસ્થિતિ અનુસાર સતત એલર્ટ રહેવા અનુરોધ કર્યો
હતો. પ્રભારી સચિવશ્રીએ ઉપસ્થિત અધિકારીશ્રીઓને વિવિધ વિષયો અંગે માર્ગદર્શન પૂરું
પાડ્યું હતું તેમજ હકારાત્મક ચર્ચા વિચારણા કરી હતી.