“ગંગોત્રી સ્કૂલની બે વિદ્યાર્થીનીઓએ ગુજરાત બોર્ડમાં 99.99 PR સાથે પ્રથમ સ્થાન મેળવી ગંગોત્રી સ્કૂલના વિજય ધ્વજને સમગ્ર ગુજરાતમાં લહેરાવ્યો.”
આજ રોજ ધોરણ - 10નું પરિણામ જાહેર થયું. જેમાં ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં અભ્યાસ કરતી "રૈયાણી યશ્વી" તથા "કાછડ ક્રીશા" એ 99.99 PR સાથે A1 ગ્રેડ મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સ્કુલનું ગૌરવ વધાર્યું છે.

આજ રોજ ધોરણ – 10નું પરિણામ જાહેર થયું. જેમાં ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં અભ્યાસ કરતી “રૈયાણી યશ્વી” તથા “કાછડ ક્રીશા” એ 99.99 PR સાથે A1 ગ્રેડ મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સ્કુલનું ગૌરવ વધાર્યું છે.
“રૈયાણી યશ્વી” અને “કાછડ ક્રીશા” કહે છે કે, ધોરણ -10 માં સ્કૂલના 7 કલાક સિવાય અમે રોજની 6 થી 7 કલાક વધારે અને નિયમિત મહેનત કરતા હતા. અમે આમારા આ પરિણામનો તમામ શ્રેય અમારા માતા – પિતા અને ગુરૂજનોને તથા ગંગોત્રી સ્કૂલના ચેરમેન સંદીપસરને તેમજ પ્રિન્સિપાલ કિરણ મેડમને આપીએ છીએ.
વધુમાં આ સફળતાના યશસ્વી માર્ગદર્શક અને પ્રેરક એવા ગંગોત્રી સ્કૂલના ચેરમેન સંદીપ સરનો સવિશેષ આભાર માનીએ છીએ કારણ કે સંદીપ સરે અમને સતત માર્ગદર્શન અને મોટીવેશન પૂરું પાડ્યું છે. તેઓ અવાર નવાર અમને મળીને અમારા આત્મવિશ્વાસમાં વધારો કરતા હતા.
ગંગોત્રી સ્કૂલની પરીક્ષા પદ્ધતિ, વર્ષભરનું શ્રેષ્ઠ આયોજન, પ્રેક્ટિસ અને શિક્ષકોનું સતત માર્ગદર્શન આ તમામ પાસાઓ અને પરિબળોના કારણે આજે અમે આવું ઉત્તમ પરિણામ મેળવી શક્યા છીએ. હવે “રૈયાણી યશ્વી” અને “કાછડ ક્રીશા” આગળ ગંગોત્રી સ્કૂલમાં જ “સાયન્સમાં” અભ્યાસ કરીને કોમ્પ્યુટર એન્જીનીયરની ડીગ્રી પ્રાપ્ત કરી પરિવારનું, સ્કુલનું અને સમાજનું નામ રોશન કરવાનું સ્વપ્ન ધરાવે છે.
બંને વિદ્યાર્થીઓનું કહેવું છે કે અમને અમારી સ્કૂલ પર ગર્વ છે, જ્યાં વિદ્યાર્થીઓના સ્વપ્ન ને સાકાર કરવા માટે ખૂબ જ મહેનત કરાવવામાં આવે છે અને અમને ગંગોત્રિયન્સ હોવાનો પણ ગર્વ છે.
આવું શ્રેષ્ઠ પરિણામ મેળવી સ્કૂલનું, સમાજનું અને પરિવારનું ગૌરવ વધારવા બદલ ચેરમેન સંદિપસર છોટાળા તેમજ પ્રિન્સિપાલ કિરણ મેડમ દ્વારા કાછડ ક્રિષા અને રૈયાણી યશ્વીને હાર પહેરાવી શિલ્ડથી સન્માનિત કાર્ય હતા તેમજ તેમના પરિવારને પણ મીઠું મોઢું કરાવી તેમની ઉત્તમ કારકિર્દી માટે શુભેચ્છા પાઠવી હતી