ગોંડલ શહેરમાં વિશ્વેશ્વર મહાદેવનું નવ નિર્મિત થયું છે. આ મંદિરમાં મૂર્તિ પધરામણી માટે બે દિવસીય મહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૭ જૂન મંગળવારે ૫:૦૦ કલાકે જલ યાત્રા નીકળશે કલ્પેશ ભાઈ બાબુભાઈ વસોયાના ઘરેથી આજલ યાત્રા નીકળશે. શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી જળયાત્રા નીકળશે જેમનું ધનસુખભાઈ નંદાણીયા ના ઘરે વિશેષ પૂજન અર્ચન થશે ત્યારબાદ આઠ તારીખે દિવસ દરમિયાન અનેક ધાર્મિક પ્રસંગો થશે

8 જૂન બુધવારે સૌ પ્રથમ સવારે સાત વાગે ગણપતિ પૂજન કરવામાં આવશે. ત્યારબાદ 8 30 કલાકે મૂર્તિપૂજા કરવામાં આવશે ત્યારબાદ 10:30 કલાકે હોમાત્મક લઘુ યજ્ઞરુદ્ર હવન યોજાશે. બપોરે 4:30 કલાકે બીડુ હોમવાનું પ્રસંગ યોજાશે. સાંજે 5:30 કલાકે શિવજી ની મહા આરતી ભક્તો દ્વારા કરવામાં આવશે. 8 જુન બુધવારે રાત્રે 9 વાગે આમંત્રિત મહેમાનો સત્કાર સમારોહ યોજાશે ત્યારબાદ શિવ આરાધના નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જેમાં ગોંડલમાં સૌપ્રથમ વખત પ્રખ્યાત કલાકાર દેવ ભટ્ટ દ્વારા 35 કલાકારો સાથે ભગવાન શિવજીનું નૃત્ય યોજાશે આ ઉપરાંત કલાકારો દ્વારા ભજનોનો રમઝટ પણ બોલવામા આવશે.. આ બે દિવસીય કાર્યક્રમમાં શિવભક્તો મોટી સંખ્યામાં ઉમટશે આયોજકો દ્વારા પણ આ ધાર્મિક પ્રસંગ સારી રીતે ઉજવાય તે માટે વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.