જૂનાગઢ અષાઢી બીજે પરબના મેળામાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત ની કરસનદાસ બાપુ એ સરાહના કરી

- Advertisement -
- Advertisement -

૦૧,ડીવાયએસપી,૦૩, પીઆઈ,૧૦, પીએસઆઈ, ૨૫૮, પોલીસ,૨૦૭, જીઆરડી, ૧૦૦, હોમ ગાર્ડ, એક પ્લાટૂન એસઆરપી, સહિત ૬૦૦, સુરક્ષાકર્મીઓ ખડે પગે

જૂનાગઢ તાજેતરમાં ભેસાણ તાલુકાના પરબવાવડી પરબધામ ખાતે અષાઢી બીજનો મેળો યોજાયેલ, જેમાં ધર્મપ્રેમી ભક્તોને કોઈ અગવડતા ના પડે તે માટે *જૂનાગઢ રેંજના ડીઆઈજી તથા જિલ્લા પોલીસ વડા ના માર્ગદર્શન હેઠળ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તારમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવેલ હતો.

જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ભેસાણ પીએસઆઈ કે.એમ.ગઢવી દ્વારા ૦૧,ડીવાયએસપી, ૦૩,પીઆઈ,૧૦, પીએસઆઈ, ૨૫૮, પોલીસ, ૨૦૭, જીઆરડી, ૧૦૦, હોમ ગાર્ડ, એક પ્લાટૂન એસઆરપી, સહિત ૬૦૦, સુરક્ષાકર્મીઓ તથા પોલીસ અધિકારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલ.ઉપરાંત, મેળામાં ખિસ્સા કાતરું તેમજ છેડતી કરતા લુખ્ખા તત્વોને પકડી પાડવા માટે ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સ્થાનિક ડી સ્ટાફના જવાનોને ખાસ ખાનગી કપડામાં સિવિલ ડ્રેસમાં તૈનાત કરવામાં આવેલ. સમગ્ર બંદોબસ્તને મંદિર પરિસર અને મેળા ગ્રાઉન્ડ બંદોબસ્ત એમ બે ભાગમાં વહેંચવામાં આવેલ હતો. બહારથી આવતા ટ્રાફિક ને પહોંચી વળવા પોલીસ અધિકારીઓ દ્વારા તમામ રોડ ઉપર પેટ્રોલિંગની ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ દરેક રોડ ઉપર રાવટીઓ નાખી રાવટીઓ માં પણ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ
આમ, પરબધામ ખાતે અષાઢી મેળામાં પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત અને પેટ્રોલિંગ રાખવામાં આવતા કોઈ અનિચ્છનીય બનાવ બનવા પામેલ ના હતો. લોકોએ ખૂબ જ શાંતિ થી અગવડતા વગર મેળો માણેલ હતો. સામાંન્ય મોબાઈલ ચોરી સિવાય કોઈ બનાવ બનેલ ના હતા. જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, ભેસાણ પીએસઆઈ કે.એમ.ગઢવી તથા સ્ટાફ દ્વારા સતત ખડે પગે રહી, પરબધામ ખાતે આવતા ભાવિક ભક્તોને કોઈ અગવડતા ના પડે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. મેળા દરમિયાન વરસાદ વરસતા પર્કિંગના સ્થળ ખેતરોમાં આવેલ હોઈ, વાહન પાર્કિંગ કરવામાં કોઈ અગવડતા ના પડે વાહન ચાલકોને હેરાનગતિ ના થાય એ બાબતની પણ ખાસ કાળજી રાખવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લા પોલીસ વડા દ્વારા પણ સતત બે દિવસ પરબધામ ની વિઝીટ કરી, સુરક્ષા વ્યવસ્થા બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.પરબધામ ના મહંત કરસનદાસ બાપુ તથા વ્યવસ્થાપકો દ્વારા પોલીસ બંદોબસ્તની સરાહના કરી, સારો બંદોબસ્ત રાખવા બદલ પોલીસ વિભાગનો આભાર માનવામાં આવ્યો હતો.

જીજ્ઞેશ પંડ્યા….. જૂનાગઢ

- Advertisement -
Latest news
- Advertisement -
Related news
- Advertisement -

You cannot copy content of this page