ગોંડલ:124 મી સુદામા ની ઝોળી જૂન મહિના નો પહેલો રવિવાર એટલે રોટરી ક્લબ ગોંડલ ની સુદામા ની ઝોળી નો દિવસ

- Advertisement -
- Advertisement -

*
સમાજ ઉત્કર્ષ ના પોતાના સિદ્ધાંતો અને જવાબદારી ની ભાવના નિભાવતી આ સંસ્થા મહિના ના પ્રથમ રવિવારે પોતાની સેવા ના નવા આયામ સાથે હર હંમેશ ઉપસ્થિત જ હોય.

માનવતા ની સેવા ના આ પ્રોજેકટ સુદામા ની જોળી હેઠળ સેવા ની સરવાણી સ્વરૂપે 185 પરિવાર ને માસિક ખાદ્ય સામગ્રી નું વિતરણ થાય છે જેમાં ઘઉં નો લોટ, ખીચડી, બટેટા,બેસન,શીંગતેલ તથા ડુંગળી સહિતની ખાદ્ય સામગ્રી સમાવિષ્ટ હોય છે.

*આજ ની આ સુદામા ની ઝોળી ગોંડલ રોટરી ક્લબ ના મેમ્બર પૂર્વ પ્રમુખ કેતનભાઈ રૈયાણી ના પૂજ્ય પિતાશ્રી ગો.વા.રણછોડભાઈ મનજીભાઈ રૈયાણી ને તેમના પરિવાર તેમજ રોટરી ગોંડલ દ્વારા શ્રદ્ધાંજલિ સ્વરૂપે સમર્પિત છે*

*દર મહિને ઝોળી માં બટેટા ની સેવા જીજ્ઞેશભાઈ બગડાઈ ( જલારામ આલુ ભંડાર) તરફથી આપવામાં આવે છે, છેલ્લા ઘણા સમય થી ઝોળી માં દરેક પરિવાર ને 500 ગ્રામ ચણા ના લોટ તથા 1 લીટર શીંગતેલ વધારાની સામગ્રી સ્વરૂપે અપાય છે દાતાશ્રી એ પોતાનું નામ અજ્ઞાત રાખવા ની વિનંતી કરેલ છે, આપણે અહીં એમના નામ નો ઉલ્લેખ કર્યા વગર જ એમનો આભાર વ્યક્ત કરીયે છીએ અને અન્ય તમામ દાતાશ્રી નો પણ રોટરી ક્લબ ઓફ ગોંડલ દિલ થી આભાર માને છે*

- Advertisement -
Latest news
- Advertisement -
Related news
- Advertisement -

You cannot copy content of this page