ગોંડલ ખાતે યોજાયેલ પ્રાંત કક્ષાના “વિશ્વાસ થી વિકાસ” કાર્યક્રમમાં જેતપુર તેમજ ગોંડલ પ્રાંતના રૂ. ૨.૯ કરોડથી વધુના ઈ-ખાતમુહુર્ત અને ઈ-લોકાર્પણ

- Advertisement -
- Advertisement -

p-image-29325″ />*
*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*
*રાજયની વિકાસયાત્રાને ગોંડલ – જેતપુરના નાગરિકોના અવિરત વિશ્વાસથી મળ્યું નવું જોમ*
*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*
*તા. ૧૨ સપ્ટેમ્બર, રાજકોટ -* રાજ્ય સરકારના “વિશ્વાસથી વિકાસ” કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લાના ગોંડલમાં ટાઉનહોલ ખાતે ગોંડલ અને જેતપુરનો સંયુક્ત પ્રાંત કક્ષાનો કાર્યક્રમ સાંસદશ્રી રમેશભાઈ ધડુકના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જેમાં આશરે રૂ. ૨.૯ કરોડના વિકાસ કામોના ઈ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યા હતાં. જેમાં રૂ. ૧..૩૯ કરોડના ખર્ચે થનાર ૭૩ કામોના ઈ-ખાતમુહૂર્ત અને રૂ. ૧.૫૧ કરોડના અંદાજિત ખર્ચે થયેલ ૫૭ કામોના ઈ-લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આ અંતર્ગત ગોંડલ અને જેતપુર તાલુકા વિસ્તારમાં વિવિધ જગ્યાએ સી.સી. રોડ, પેવર બ્લોક, ભુગર્ભ ગટર, પાણીની પાઇપલાઇન, અવેડા તેમજ કોઝ-વે જેવા સ્થાનિક વિકાસના કામો સામેલ છે.
સાંસદશ્રી રમેશભાઈ ધડુકે ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, પહેલાના સમયમાં માત્ર ખાતમુહૂર્ત જ થતાં હતાં. હવે ખાતમુહૂર્ત અને અગાઉ ખાતમૂહુર્ત થયેલ કામોના લોકાર્પણ બંને સાથે- સાથે થાય છે. સાંસદશ્રી ધડુકે પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે પ્રદેશ માટે કરેલા કામોને બિરદાવ્યા હતા. ઉપરાંત, નાગરિકોને અચૂક મતદાન કરવા અપીલ કરી હતી.
ગોંડલ નગરપાલિકા કારોબારી સમિતિના ચેરમેનશ્રી ઓમદેવ સિંહ જાડેજાએ ઉદબોધન કરતાં કહ્યું હતું કે, ગોંડલના નગરજનોની સુખાકારી માટે અનેક વિકાસકાર્યો ગોંડલ નગરપાલિકાએ કર્યા છે. જેનાથી સમગ્ર શહેરની કાયાપલટ થઈ છે. ગોંડલ તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભાર્ગવભાઇ અંદિપરાએ ગોંડલ તાલુકાના તમામ ગામો વિકાસયાત્રામાં પ્રગતિ કરે તે માટે ગ્રામ્ય કક્ષાએ રૂ. ૫ કરોડથી વધુની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થયા બાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગોંડલ પ્રાંત અધિકારીશ્રી કે. વી. બાટીના શાબ્દિક સ્વાગત બાદ ‘‘વિશ્વાસથી વિકાસ’’ ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ગોંડલ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ભાવનાબેન રૈયાણી, જેતપુર – નવાગઢ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કુસુમબેન સખરેલીયા, ગોંડલ એ.પી.એમ.સી. ડિરેક્ટર પ્રફુલભાઈ ટોળીયા, જેતપુર એ.પી.એમ.સી ચેરમેન જેન્તીભાઇ હીરપરા,ગોંડલ ન.પા. દંડકશ્રી રવિન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો તથા જુદા જુદા ગામના સરપંચશ્રીઓ, યુવા નેતા શ્રી જ્યોતિરાજસિંહ જાડેજા, અગ્રણી શ્રી કનકસિંહ જાડેજા તેમજ કિશોરભાઈ અંદિપરા, અન્ય પદાધિકારીઓ તેમજ સંબંધિત અધિકારીઓ ઉપરાંત મોટી સંખ્યામાં ગોંડલના શહેરીજનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં. ગોંડલના મામલતદારશ્રી કે.વી. નકુમે આભાર દર્શન કર્યું હતું.
*૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦*

- Advertisement -
Latest news
- Advertisement -
Related news
- Advertisement -

You cannot copy content of this page