ભાવનગર રેલ્વે મંડળમાં “સ્વચ્છ ટ્રેક અને સ્વચ્છ પરિસર દિવસ”ની ઉજવણી કરવામાં આવી

- Advertisement -
- Advertisement -


ભાવનગર રેલ્વે મંડળમાં 16મી સપ્ટેમ્બર, 2022થી “સ્વચ્છતા પખવાડા”ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ક્રમમાં, 21 સપ્ટેમ્બર, 2022 ને “સ્વચ્છ ટ્રેક” દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. ભાવનગર ટર્મિનસ, ભાવનગર પરા, સોનગઢ, ધોળા, બોટાદ, ગોંડલ, પોરબંદર, જૂનાગઢ, વેરાવળ અને અમરેલી સહિતના ભાવનગર ડિવિઝનના અતિ મહત્વના સ્ટેશનોના ટ્રેક પર પડેલા કચરાને દૂર કરીને ટ્રેકની સફાઈ કરવામાં આવી હતી. ટ્રેકની બાજુઓ પર ફેલાયેલી ગંદકી પણ સાફ કરવામાં આવી હતી. મંડળના મુખ્ય સ્ટેશનો પર યાંત્રિક સફાઈ મશીન દ્વારા સઘન સફાઈ કરવામાં આવી હતી. ટ્રેકની વચ્ચે આવેલી ગટરની પણ સફાઈ કરવામાં આવી હતી. સફાઈ કર્મચારીઓ સ્ટેશનો અને ટ્રેકને સ્વચ્છ રાખવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે, પખવાડિયા દરમિયાન અન્ય રેલવે કર્મચારીઓ પણ તેમની સાથે સફાઈમાં ઘણી મદદ કરી રહ્યા છે.

22 સપ્ટેમ્બર, 2022ને સ્વચ્છ કેમ્પસ દિવસ તરીકે મનાવવામાં આવ્યો. આ દિવસે મંડળના તમામ સ્ટેશનો/ડેપો/હોસ્પિટલ/આરોગ્ય એકમો/કોલોની/રનિંગ રૂમ વગેરેની સંપૂર્ણ સફાઈ કરવામાં આવી હતી. પાર્કિંગ એરિયા અને સર્કુલેટિંગ એરિયામાંથી કચરો દૂર કરવામાં આવ્યો છે. સ્વચ્છતા જાળવવા માટે “શું કરવું અને શું નહીં” સંબંધિત પોસ્ટરો સ્ટેશનો પર લગાવવામાં આવ્યા હતા. સૂકો કચરો અને ભીનો કચરો અલગ કરવા માટે ડસ્ટબીન આપવામાં આવ્યા છે. મચ્છરોથી બચવા માટે ફ્યુમીગેશન કરવામાં આવ્યું હતું. પર્યાવરણની સુંદરતા જાળવવા વૃક્ષોની કાપણી કરવામાં આવ્યું હતું.

- Advertisement -
Latest news
- Advertisement -
Related news
- Advertisement -

You cannot copy content of this page