કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને યોજાયેલો જિલ્લા સ્વાગત કાર્યક્રમ

- Advertisement -
- Advertisement -


રાજકોટ તા. ૨૨ સપ્ટેમ્બર – જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ આજરોજ કલેકટર કચેરી ખાતે યોજાયો હતો.

આ કાર્યક્રમમાં અરજદારોએ વિવિધ સરકારી વિભાગોના ઉપસ્થિતિમાં તેમની સમસ્યાઓની રજૂઆતો કરી હતી.જે અંતર્ગત જિલ્લાના વિવિધ વિભાગોને લગતા પ્રશ્નો જેવા કે ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ, ગેરકાયદેસર બાંધકામ, રસ્તામાંથી ઝાડી-ઝાખરા દુર કરવા,વીજચોરી અટકાવવા સહિતના કુલ ૧૨ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી. કલેકટરશ્રીએ તમામ રજૂઆતો સાંભળી તેના નિવારણ અર્થે સંબંધીત સરકારી વિભાગોના અધિકારીઓને તાકીદ કરી હતી.

આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટરશ્રી કેતન ઠકકર તેમજ સબંધિત વિભાગના અધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
Latest news
- Advertisement -
Related news
- Advertisement -

You cannot copy content of this page