માછીમારોને મળશે રાજ્ય સરકારની વિવિધ યોજનાની સહાય

- Advertisement -
- Advertisement -

રાજકોટ, તા.૨૨ સપ્ટેમ્બર – રાજ્ય સરકારશ્રી દ્વારા અનુસુચિત જાતિના શિક્ષિત બેરોજગારને તાલીમ, ઈજરદારશ્રીને મત્સ્ય બીજ સંગ્રહ, બોટ નેટ, પગડીયા કીટ, પ્લાસ્ટીક કેરેટ, ઇસ્યુલેટેડ બોક્ષ, ઇનપુટ સહાય, તથા નવા તળાવ બાંધકામ તથા ઇનપુટ સહાય, મત્સ્ય બીજ ઉછેર માટે લાભાર્થી, ફીશ કલેકશન કમ પેટ્રોલીગ બોટ, માછલી વેચાણ સાધન સહાય, રેફ્રીજરેટેડ વાહન, ડીપ ફ્રીજર, તેમજ કેજ કલ્ચર તથા તે હેઠળ ઇનપુટ સહાય જેવી વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય આપવામાં આવે છે.

રાજકોટ જિલ્લામાં આ યોજનાઓનો લાભ લેવા તથા વધુ વિગતો માટે ગુજરાત સરકારના www.ikhedut.gujarat.gov.in પોર્ટલ ઉપર અથવા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રી કચેરી, જુની કલેકટર કચેરી કમ્પાઉંડ, જિલ્લા સેવા સદન-૧ રાજકોટ તથા કચેરીના ફોન નં ૦૨૮૧-૨૪૪૭૮૬૪ પર કચેરી સમયે સંપર્ક કરવા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામકશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
Latest news
- Advertisement -
Related news
- Advertisement -

You cannot copy content of this page