રોજગાર ધરાવતા દિવ્યાંગો તથા દિવ્યાંગોને નોકરીએ રાખનાર પ્લેસમેન્ટ ઓફિસરો માટે

- Advertisement -
- Advertisement -

રાજય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા

૧૯ ઓકટોબર સુધીમાં ફોર્મ ભરી શકાશે

રાજકોટ, તા. ૨૨ સપ્ટેમ્બર – સરકાર દ્વારા શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસરોને રાજયકક્ષાના પારિતોષિક આપવાની યોજના અન્વયે રાજય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા-૨૦૨૨ અઅંતર્ગત દિવ્યાંગ પારિતોષિક મેળવવા ઈચ્છુક દિવ્યાંગ કર્મચારીઓ/અધિકારીઓ, દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીઓ/નોકરીદાતાઓ અથવા સ્વરોજગાર કરતા દિવ્યાંગ વ્યક્તિઓએ નિયત નમૂનામાં ફોર્મ ભરીને, જરૂરી આધારો સાથે બે નકલ તા.૧૯/૧૦/૨૦૨૨ સુધીમાં મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, પ્રથમ માળ, બ્લોક નં. ૩, બહુમાળી ભવન, રેસકોર્ષ પાસે, રાજકોટ ખાતે રૂબરૂ કે ટપાલથી પહોંચતા કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. જરૂરી ફોર્મ વેબસાઇટ https://talimrojgar.gujarat.gov.in પરથી મેળવી શકાશે અથવા કચેરી ખાતેથી તા.૧૯/૧૦/૨૦૨૨ સુધીમાં કામકાજના દિવસો દરમ્યાન વિનામૂલ્યે મેળવી શકાશે, તેમ મદદનીશ નિયામક (રોજગાર) શ્રી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
Latest news
- Advertisement -
Related news
- Advertisement -

You cannot copy content of this page