ભાવનગરમાં ૧૮૧ ની ટીમે અજાણ્યા બહેનને સુરક્ષિત સ્થળે મોકલ્યા

- Advertisement -
- Advertisement -

મહિલાઓ સાથે થતી ઘરેલુ હિંસા (શારીરિક, માનસીક, જાતિય) છેડતી, બીનજરૂરી કોલ, મેસેજ, દ્રારા હેરણગાતિ થતી હોય તો ગુજરાત સરકારશ્રી ની ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન મદદ માટે ૨૪ કલાક કાર્યરત્ છે ત્યારે,
ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી રવિન્દ્ર પટેલ તેમજ ઉત્તર ઝોનના પ્રોજેક્ટ કોર્ડીનેટર શ્રી તેમજ નોડલ ઓફિસર બી.આર.બેરા સાહેબના માર્ગદર્શન અનુસાર ભાવનગર 181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા મહિલાઓ ઉપર થતા અત્યાચારોને નેસ્ત નાબૂદ કરવા આપેલ સૂચનને આધારે ભાવનગર સીટી વિસ્તારમાંથી એક જાગૃત મહિલાએ રાત્રે 1:24 કલાકે 181 મહિલા હેલ્પલાઇન માં કોલ કરી જણાવેલ, કે એક અજાણ્યા બહેન મળી આવેલ છે તેઓ ખૂબ ચિંતામાં છે, અને રડે છે જેથી મદદની જરૂર હોય.
જેના પગલે 181 ના કાઉન્સેલર, મહિલા કોન્સ્ટેબલ તથા પાયલોટ ઘટના સ્થળે અજાણ્યા બહેન ની મદદ માટે પહોંચ્યા હતા. 181 ની ટીમે વાતચીત કરી પ્રાથમિક માહિતી મેળવેલ, જેમાં પીડિત મહિલાએ જણાવેલ કે તેઓ મૂળ જેતપુરના વતની છે તેની મોટી બહેન ભાવનગરમાં રહેતી હોય તેના ઘરે જવા માટે તેઓ સાંજે 6:30કલાકે જેતપુર થી ભાવનગર આવવા માટે નીકળેલ હોય, ભાવનગર પહોંચતા તેનો ફોન બંધ થઈ ગયેલ તેના બેનના ઘરનું સરનામું યાદ ન હોવાથી નીલમ બાગ સર્કલ પાસે રાત્રી ના 11:00 કલાકે બેસેલા હોય, તેથી પીડિત મહિલાના બહેનની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલ તેની સાથે ટેલિફોનિક વાતચીત કરેલ પીડિત મહિલા ને તેની બહેન પાસે લઈ ગયેલ તેણે જણાવેલ કે પીડિતા વારંવાર ઘરમાંથી કહ્યા વગર નીકળી જતા હોય તેને મગજની દવા ચાલુ હોય તેની પાસેથી પીડિતાના પતિ નો નંબર લીધેલ અને વાતચીત કરેલ તેને જણાવેલ કે તેની પત્ની નું કાળજીપૂર્વક ધ્યાન રાખે ઘરેથી નીકળી ન જાય.પીડિતાને પણ સમજાવેલ કે ઘરમાંથી કહ્યા વગર નિકળે નહિ.સલાહ-સૂચન- માર્ગદર્શન આપેલ.પીડિતાને તેના મોટા બહેનને સોપેલ.
આમ આજ રોજ ભાવનગર ૧૮૧ ટીમે પીડિતા બહેન ને તેમના પરિવાર સાથે મિલન કરવી તેમની ફરજ અદા કરેલ, જે બદલ પીડિતા ના મોટા બહેન તથા તેમના પતિ એ ૧૮૧ ટીમનો આભાર વ્યક્ત કરેલ.

તસ્વીર :- ગોહિલ ઉમેશસિંહ ( બગદાણા )

- Advertisement -
Latest news
- Advertisement -
Related news
- Advertisement -

You cannot copy content of this page