આજ રોજ ભારતના સંવિધાનના 73 વર્ષની વર્ષગાંઠ નિમિતે શ્રી કન્યા પ્રા.શાળામાં શાળાના આચાર્યશ્રી અશોકભાઇ પરમારના માર્ગદર્શન નીચે શાળાના શિક્ષકશ્રી વાઢેળ રાજેશભાઇના આયોજન હેઠળ શાળામાં ભારતિય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના બાળકોઍ બંધારણ દિન વિષયક વકૃત્વ સ્પર્ધા,નિબંધ સ્પર્ધા ,ચિત્ર સ્પર્ધા તેમજ એક ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમા શાળાનાં બાળકોએ ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો.આજના આ આયોજનમાં શાળાના શિક્ષકો શ્રી રાજેશભાઈ વાઢેળ દ્વારા કાર્યક્રમનુ આયોજન તથા બંધારણ દિન વિષયક વક્તવ્ય આપ્યુ હતુ તેમજ શાળાના શિક્ષકો શ્રી વિપુલભાઇ દિક્ષિત તેમજ પ્રકાશભાઇ વાઘેલાઍ પણ બંધારણ દિન વિષયક વક્તવ્ય આપ્યુ હતુ.તેમજ શાળાના તમામ શિક્ષકો શ્રી મનુભાઇવાઢેર,માનસીંગભાઇ જાદવ,ગોવિંદભાઇ સોલંકી,જીતુભાઈ સોલંકી,લખનભાઇ કછોટ,મનિષાબેન સોલંકી વગેરે તમામ શિક્ષક સ્ટાફે પણ આજના દિવસનું મહત્વ વિશે બાળકોને માર્ગદર્શન પુરુ પાડ્યુ હતુ.

રિપોર્ટર સોહિલ વાકોટ કોડીનાર