ગયા વર્ષે પણ ભારતમાંથી 6 મિલિયન રેકોર્ડ સહિત 500 મિલિયનથી વધુ ફેસબુક યુઝર્સનો વ્યક્તિગત ડેટા કથિત રીતે લીક થયો હતોનવી દિલ્હી, તા. 28 નવેમ્બર 2022, સોમવારજો તમે પણ સોશિયલ મેસેજિંગ એપ વોટ્સએપ યુઝ કરો છો, તો આ સમાચાર તમને થોડા અસ્વસ્થ કરી શકે છે. લગભગ 500 મિલિયન વોટ્સએપ યુઝર્સના ફોન નંબર લીક થયા છે (Whatsapp Users Data Leak) અને તે ઓનલાઈન વેચાઈ રહ્યા છે. એક રિપોર્ટમાં આવો દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે આ અત્યાર સુધીના સૌથી મોટા ડેટા બ્રીચમાંથી એક છે.ડેટાબેઝ, જે લોકપ્રિય હેકિંગ ફોરમ પર વેચાણ માટે છે, તેમાં 84 દેશોના WhatsApp યુઝર્સોની વ્યક્તિગત માહિતી શામેલ છે. ડેટા વેચનાર વ્યક્તિનો દાવો છે કે, સેટમાં એકલા યુએસના જ 32 મિલિયન યુઝર્સની ખાનગી માહિતી સામેલ છે. આ ઉપરાંત ઈજિપ્ત, ઈટાલી, ફ્રાન્સ, યુકે, રશિયા અને ભારતના લાખો યુઝર્સનો ડેટા પણ લીક થયો છે જેનું ઓનલાઈન વેચાણ થઈ રહ્યું છે.7000 ડોલરમાં મળી રહ્યા છે અમેરિકાના ડેટાસેટયુએસ ડેટાસેટ 7000 ડોલરમાં ઉપલબ્ધ છે જ્યારે UK ડેટાસેટની કિંમત 2500 ડોલર રાખવામાં આવી છે. જ્યારે ડેટા વેચનાર કંપનીનો સંપર્ક કરવામાં આવ્યો તો તેઓએ પુરાવા તરીકે 1097 નંબર શેર કર્યા. નંબરો તપાસતા જાણવા મળ્યું કે, તે બધા વોટ્સએપ યુઝર્સના છે. જોકે, હેકરે સ્પષ્ટ કર્યું નથી કે, તેને ડેટા કેવી રીતે મળ્યો.ઓનલાઈન ફ્રોડમાં ઉપયોગ થાય છે આવી જાણકારી આવી માહિતીનો ઉપયોગ ઘણીવાર સાયબર ક્રાઇમ માટે થાય છે જેમ કે, સ્મિશિંગ અને વિશિંગ, જેમાં વપરાશકર્તાઓને ટેક્સ્ટ મેસેજ મોકલવા અને તેમને લિંક્સ પર ક્લિક કરવાનું કહેવામાં આવે છે. ત્યારબાદ યુઝરને તેમનું ક્રેડિટ કાર્ડ અથવા અન્ય અંગત વિગતો આપવાનું પણ કહેવામાં આવે છે.ગત વર્ષે પણ ડેટા લીક થયો હતોઆ પહેલી ઘટના નથી કે, મેટા-માલિકીનું પ્લેટફોર્મ ડેટા બ્રીચથી પ્રભાવિત થયું હોય. ગયા વર્ષે પણ ભારતમાંથી 6 મિલિયન રેકોર્ડ સહિત 500 મિલિયનથી વધુ ફેસબુક યુઝર્સના વ્યક્તિગત ડેટા કથિત રીતે લીક થયો હતો. લીક થયેલા ડેટામાં ફોન નંબર અને અન્ય માહિતી સામેલ હતી.