ધાંગધ્રા શહેરના બાલા હનુમાન પાછળ સરકારી જમીન ઉપર ₹ ૫૧,૧૦,૫૧૫ નો વિદેશી દારૂના જથ્થાનો પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વળાનાં માર્ગદર્શન અને સૂચનાથી ધાંગધ્રા સીટી તથા તાલુકા પોલીસ મથકોમાં અલગ અલગ ગુનામાં પકડાયેલ ભારતીય બનાવટ ની ઇંગ્લિશ દારૂ ના જથ્થાનો આજરોજ ધાંગધ્રા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ધાંગધ્રા સીટી પોલીસ ઇન્સ્પેક્ટર નશાબંધી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર , પ્રાંત અધિકારી સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં ધાંગધ્રા શહેરના બાલા હનુમાન પાછળ સરકારી જમીન ઉપર ધાંગધ્રા સીટી પોલીસ મથકમાં પકડાયેલ ₹ ૪૯,૯૭,૨૫૫ તથા સીટી પોલીસ મથકે પકડાયેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો તથા તાલુકા પોલીસ સ્ટેશનમાં પકડાયેલ ₹ ૧,૧૩,૨૬૦ વિદેશી દારૂનો જથ્થો મળી કુલ ₹ ૫૧,૧૦,૫૧૫ નો ભારતીય બનાવટ નો અલગ અલગ વિદેશી દારૂનો જથ્થા ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ તમામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો
બ્યુરો ચીફ: રવિરાજ સિંહ પરમાર ધ્રાંગધ્રા