હિન્દુ મુસ્લિમ સમાજના પવિત્ર તહેવાર નવરાત્રી અને જશને ઇદે મિલાદુન્નબી

- Advertisement -
- Advertisement -

સમગ્ર ગુજરાતમાં કોમી એકતાના પ્રતીક મા ના નવલા નોરતા નવરાત્રી સાથે સાથે જશને ઇદે મિલાદુન્નબી બારમી શરીફ ના પવિત્ર તહેવાર શરૂ થઇ ગયા છે ત્યારે કોમી એકતાના પ્રતીક સમગ્ર રાજ્યમાં શાંતિ સમિતિની બેઠકો પોલીસ મથકોએ યોજાઈ રહી છે તો આયોજકો દ્વારા તહેવારોના ઉત્સાહભેર આનંદ ઉજવણી અંતર્ગત કોમી એકતા ભાઈચારાથી શ્રદ્ધાપૂર્વક શ્રદ્ધાળુઓ દ્વારા પૂજાપાઠ આરતી અર્ચના સાથે સાથે મુસ્લિમ સમાજ દ્વારા મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસ નિમિત્તે જશને ઇદે મિલાદુન્નબી ના વાએઝ સરીફ ના કાર્યક્રમ મુસ્લિમ વિસ્તારોમાં આયોજન કરવામાં આવ્યું છે સમગ્ર મુસ્લિમ વિસ્તારોમાં ઝંડા ચડાવો ખુશીયા મનાઓ બારમી કા ચાંદ આયા સાથે
જશને ઇદે મિલાદુન્નબી ની ઉજવણી અંતર્ગત ન્યાજ શરીફ વગેરે કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે સમગ્ર હિન્દુ મુસ્લિમ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવે જેથી શ્રદ્ધાળુઓની શ્રદ્ધા માં ભગવાનની ભક્તિ અને મહંમદ પયગંબર સાહેબના જન્મ દિવસની ઉલ્લાસભેર ઉજવણી થાય તેવા હેતુસર જિલ્લા કક્ષાના અધિકારીઓ અને નગરપાલિકા મહાનગરપાલિકા ના કર્મચારીઓ દ્વારા દરેક વોર્ડ વિસ્તાર સહિત મુખ્ય માર્ગો પર હિન્દુ મુસ્લિમ ના તહેવારોને ધ્યાને રાખીને સ્વચ્છતા ભારત અભિયાન હાથ ધરવામાં આવે તેવી સર્વ હિંદુ મુસ્લિમ સમાજની લાગણી અને માંગણી તંત્ર સમક્ષ જન્મી છે

- Advertisement -
Latest news
- Advertisement -
Related news
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page