સામાજીક ક્ષ્રેત્રે જેનું ખુબ જ યોગદાન છે તેવા આહીર સમાજના સપુત વિર શ્રી દેવાયત બોદરની જન્મજયંતિ નિમિત્તે મવડી ચોકડી રાજકોટ ખાતે રાજકોટ જીલ્લા આહીર કર્મચારી મંડળ અને કેળવણી મંડળ અને આહીર સમાજની વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ગત તા.૩૦/૦૩/૨૦૨૩ના રોજ સવારે ૦9:00 કલાકે દેવાયત બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અને આરતી પુજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો.

આ પ્રસંગે આહીર સમાજ અગ્રણી રાજકોટના મેયરશ્રી ડૉ.પ્રદિપભાઇ ડવ , કોર્પોરેટ શ્રી નરેન્દ્રભાઈ ડવ, હિરેનભાઈ ખીમાણીયા, જયાબેન હરીભાઇ ડાંગર, મંજુલાબેન ઘનશ્યામભાઇ કુગશીયા તથા રાજકોટ જીલ્લા આહીર કર્મચારી મંડળના સિનિયર ઉપપ્રમુખશ્રી નિર્મળભાઈ મેતા ,ઉપપ્રમુખશ્રી ભાનુભાઈ મિયાત્રા, મંત્રી કિરીટભાઇ મૈયડ કારોબારી અને સક્રિય સભ્ય પ્રો. રમેશભાઈ ડાંગર, પ્રો. કે.આર.રામ, રાજેશભાઇ ડાંગર, કાનાભાઈ રામ, ભરતભાઈ કાનગડ, સંજયભાઈ ચાવડા, ગૌતમભાઇ ચાવડા, જશુભાઈ રાઠોડ, હરદેવભાઈ ચાવડા વગેરે તથા આહીર સમાજ અગ્રણી ઘનશ્યામભાઇ કુગશીયા, વિક્રમભાઈ વાંક, રાયધનભાઈ વાંક, કરશનભાઈ નંદાણીયા, ધર્મેન્દ્રભાઈ ડાંગર, મહીપતભાઇ હુંબલ, સી. પી. બાલાસરા, કાનાભાઈ મિયાત્રા, માવજીભાઈ ડાંગર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં રાજકોટ આહીર સમાજના યુવાનો, વડીલો અને સમાજ શ્રેષ્ઠીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.