ગીર ગઢડા તાલુકા ના ઉંદરી ગામ ની પ્રાથમિક શાળા ના ધોરણ આઠ નાં વિદ્યાર્થી મકવાણા મનોજ ભગવાનભાઈ તાજેતર માં લેવાયેલ NMMS ની પરીક્ષા પાસ કરી મેરીટ લીસ્ટ માં સ્થાન મેળવી ઉંદરી પ્રાથમિક શાળા ગામ અને કોળી સમાજ નું ગૌરવ વધાર્યું છે.આ વિદ્યાર્થી ને ચાર વર્ષ સુધી દર મહિને એક હજાર રૂપિયા શિષ્યવૃત્તિ રૂપે આપશે.કુલ અડતાલીસ હજાર રૂપિયા શિષ્યવૃત્તિ મળશે.શાળા ના આચાર્ય વર્ગ શિક્ષક અને સમગ્ર સ્ટાફ ગણે આં વિદ્યાર્થી ને અભીનંદન પાઠવ્યા છે.

અહેવાલ હમીરસિંહ દરબાર ગીર સોમનાથ