SRPF જુથ-૧૧, વાવ, સુરત ખાતે ફરજ બજાવતા પો.કોન્સ. રાજેશભાઇ પરમાર કે જેઓ ગુજરાત પોલીસની મુશ્કેલી ભરી ફરજ સાથે કસરતને પોતાનો શોખ બનાવી પોતાનું શરીર સુડોળ રહે તે માટે સતત પ્રયત્ન શીલ હતા. દરમ્યાન કસરત સાથેના પ્રેમના કારણે તેઓને IPS મેસ ખાતે જીમ્નેશિયમમાં કોચ તરીકે ફરજ બજાવવા માટે તક મળતાં ગુજરાત રાજ્યના DGP શ્રી આશિષ ભાટીયા અને અન્ય અનેક ઉચ્ચ અધિકારીઓના સંપર્કમાં આવતાં તેમજ તેઓના જીમ ટ્રેઇનર તરીકે કામ કરતાં કરતાં અધિકારીઓની નિકટતા અને લાગણીઓને કારણે પોતાની ફરજ સાથે પાવર લીફ્ટીંગના ક્ષેત્રમાં સતત છેલ્લા વીસ વર્ષની મહેનત કરેલ, આટલા લાંબા સમયની મહેનતને જોઇ DGP શ્રી આશિષ ભાટીયા અને અન્ય ઉચ્ચ અધિકારીશ્રીઓનો સહકાર મળેલ. આ આંતર રાષ્ટ્રીય લેવલે મોસ્કો-રશિયા ખાતે યોજાયેલ “પાવર લીફ્ટીંગ-વર્લ્ડ કપ” માં ભાગ લેવાનું ખર્ચાળ હોઇ ખર્ચ માટે DGP શ્રી આશિષ ભાટીયા સરનાઓ થકી ડોનર તૈયાર કરાવી આ સ્પર્ધામાં ભાગ લેવા સારૂ શ્રી રાજેશ પરમાર્નાઓને મોકલી આપેલ. અને તેઓને ભારત દેશને ત્રણ ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ અપાવી સમગ્ર હથિયારી એકમો, ગુજરાત પોલીસ ગુજરાત રાજ્ય અને ભારત દેશનું નામ દુનિયામાં રોશન કરેલ છે, જે બદલ અધિક પોલીસ મહાનિદેશક શ્રી હથિયારી એકમો, ગુજરાત રાજ્ય, ગાંધીનગર તરફથી સહ્રદય અભિનંદન