આગામી દિવસોમાં રામ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીઓની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.ત્યારે ગોંડલમાં રાજકોટ,જૂનાગઢ પોરબંદર સહિતની નગરપાલિકા-તાલુકા પંચાયતના સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગ ગોંડલમાં યોજાયો હતો.
ગોંડલમાં મહારાજા સર ભગવતસિંહજી ટાઉન હોલ ખાતે રાજકોટ,જૂનાગઢ,પોરબંદર જિલ્લાની નગરપાલિકાઓના સદસ્યોનો ભારતીય જનતા પાર્ટીનો પ્રશિક્ષણ વર્ગ અને તાલુકા પંચાયતનો પ્રશિક્ષણ વર્ગ નવા માર્કેટ યાર્ડ ગોંડલ ખાતે યોજાયો હતો.ગોંડલમાં યોજાયેલ ભારતીય જનતા પાર્ટીના આ પ્રશિક્ષણ વર્ગમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા,જિલ્લા ભાજપ પ્રભારી ધવલભાઈ દવે,પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા,મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા,રાજુભાઈ ધારૈયા,મનોજભાઈ રાઠોડ સહિતના અનેક મહાનુભાવો હોદેદારો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષની ઉપસ્થિતિમાં યોજાયેલ ભારતીય જનતા પાર્ટીના આ પ્રશિક્ષણ વર્ગમાં પાર્ટીના ઇતિહાસથી લઈને વિચારધારા,કેન્દ્ર રાજ્ય સરકારની યોજનાઓ અને વિકાસ,આદર્શ જનપ્રતિનિધિ,અને તેમના વ્યવહાર,સોશિયલ મિડીયા સહિતના મુદે કાર્યકર્તાઓને સંબોધન કરવામાં આવ્યું હતું.
ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરાને પત્રકારોએ કરેલા સવાલોના જવાબ આપતા જણાવ્યુ હતું કે આગામી દિવસોમાં યોજાઈ રહેલ રામ મંદિરના ઉત્સવની સાથે કરોડો હિન્દુઓની આસ્થાનો ઉત્સવ હોવાની સાથે આખા દેશનો ઉત્સવ હોવાનું જણાવ્યું હતું.આ સાથે જ તેમણે વર્ષ 2024માં આવી રહેલ લોકસભાની ચૂંટણીને લઈને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ સંગઠનની પાર્ટી છે.જેમને લઈને ભાજપના કાર્યકર્તાઓ લોકસભાની ચૂંટણી માટે તૈયાર જ છે…