મોરબી તાલુકાના પીપળીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને મીઠેરો આવકાર


સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો આ યોજનાઓથી માહિતગાર થાય તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે મોરબી તાલુકાના પીપળીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું આગમન થયું હતું. આ તકે ગ્રામજનોએ અનેરા ઉત્સાહ સાથે રથનું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે પીપળીયા ગામે આવેલા રથમાં ગ્રામજનો અને ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકોર્ડ કરેલો પ્રજાજોગ સંદેશો સાંભળી ફિલ્મનું પ્રદર્શન નિહાળ્યું હતું અને વિકસિત ભારત માટે પ્રતિજ્ઞા લીધી હતી.

આ કાર્યક્રમમાં સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને વિવિઘ લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. ‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધી, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતાને મળેલ યોજનાઓના લાભ વિશે પ્રતિભાવ રજૂ કર્યા હતા. આ સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ તેમજ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને કીટ સહિત વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન બાળકોએ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તેમજ રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડે તેવા સંદેશાઓ આપતું ‘ધરતી કહે પુકાર કે….’ નાટક રજુ કર્યું હતું.

આ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમનો પીપળીયા ગ્રામજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લીધો હતો.

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More

અખિલ સૌરાષ્ટ્ર–કચ્છ રઘુવીર સેના-રાજકોટ દ્વારા મનુભાઈ મીરાણી સંચાલિત ‘શ્રી રઘુવંશી વેવિશાળ માહિતી કેન્દ્ર (નિઃશુલ્ક)’ ના ઉપક્રમે રઘુવંશી યુવક-યુવતીઓ માટે ઓનલાઈન ‘શ્રી રઘુવંશી ફોરેન ગ્રુપ માટે તથા વિદેશ જવા ઈચ્છુક ઉમેદવારો માટે પરીચય મેળો