આજ તા.૨૬/૧૨/૨૦૨૩ના રોજ વોર્ડ નં.૧૧માં જુદા જુદા બે ગાર્ડન બનાવવાના રૂ.૩૨.૮૭ લાખ કામનું તથા ભીમનગર વોકળામાં રીચાર્જ પીટ બનાવવાના રૂ.૭.૫૦ લાખ કામનું એમ કુલ રૂ.૪૦.૩૭ લાખના કામનું ખાતમુહૂર્ત શાસક પક્ષના નેતા શ્રી લીલુંબેન જાદવ તથા વોર્ડ નં.૧૧ કોર્પોરેટરો રણજીતભાઈ સાગઠીયા, વિનુભાઈ સોરઠીયા, ભારતીબેન પાડલિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ કામ થવાથી વોર્ડ નં.૧૧માં વિસ્તારના નાગરિકોની સુવિધામાં વધારો થશે.
આ ખાતમુહુર્ત પ્રસંગે, શાસક પક્ષના નેતા અને વોર્ડ નં.૧૧ના કોર્પોરેટર શ્રી લીલુંબેન જાદવ, રણજીતભાઈ સાગઠીયા, વિનુભાઈ સોરઠીયા, ભારતીબેન પાડલિયા, શહેર ભાજપ મંત્રી ભરતભાઈ શિંગાળા, વોર્ડ નં.૧૧ના પ્રમુખ મહેશભાઈ પીપળીયા, મહામંત્રી મુળુભાઈ ઓડેદરા, પ્રવિણભાઈ ઠુંમર, રાધિકાબેન ગીણોયા, જીતુભાઈ ધામેલિયા, ફર્નાન્ડીઝ પાડલિયા, જયદીપભાઈ વસોયા, ધર્મેશભાઈ સોલંકી, નિખીલભાઈ શીશાગીયા, સુનીલભાઈ સાગઠીયા, ધીરૂભાઈ ઘાડિયા, જેન્તીભાઈ મેઘાણી, બાવનજીભાઈ કોઠિયા, રસિકભાઈ મુંગરા, હરેશભાઈ લીંબાસીયા, માલતિબેન સાતા, વેલજીભાઈ ગમારા, પરસોતમભાઈ કાલાવડિયા, રાજેશભાઈ રાઠોડ તથા સ્થાનિક વિસ્તારવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.