જીઆઇડીસી વિસ્તારમાં એમ.ડી. રૂદ્રા ફેકટરીમાં દુર્ઘટના સર્જાતા દોડધામ
“મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૮ : ભાવનગર નજીક શિહોરમાં આવેલ રોલિંગ મિલની ફેક્ટરીમાં બ્લાસ્ટ થતા ચાર લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયેલ છે. ઇજાગ્રસ્તો પૈકી બેની સ્થિતિ ગંભીર ગણાવી રહી છે .
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર સિહોર માં આવેલ જીઆઇડીસી માં આવેલ એમ.ડી. રૂદ્રા નામની ફેક્ટરીમાંᅠ અગમ્ય કારણોસર બ્લાસ્ટ થયો હતો .જેના કારણે ત્યાં કામ કરી રહેલા ચાર મજૂરોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલ છે. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડનો સ્ટાફ ઘટના સ્તરે દોડી ગયો હતો.
ઈજા પામેલા મજૂરો રાજુભાઈચૌહાણ, રાજ કિશોર, તુલસીરામ ચૌહાણ અને પરસોતમભાઈ ચૌહાણᅠ તમામ મજૂરોને સારવાર માટે ભાવનગરની સર.ટી. હોસ્પિટલ લાવવામાં આવ્યા હોવાનુ જાણવા મળેલ છે.
આ દુર્ઘટનામાં રતિરામ રામ દુલારેનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.