EPFOના કરોડો ખાતાધારકોને લાગ્યો ઝટકો, હવે નહીં લઈ શકે આ જરૂરી સર્વિસનો લાભ

નવી દિલ્હીઃ EPFOના લગભગ 7 કરોડ સબ્સક્રાઈબર માટે મોટી ખબર સામે આવી છે. સંગઠને કોરોનાકાળમાં શરૂ કરેલી એક યોજનાને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. 3 વર્ષની અંદર લગભગ 2.2 કરોડ પીએફ ખાતાધારકોએ આ યોજનાનો ફાયદો ઉઠાવ્યો છે. હવે સૂત્રોના હવાલા તરફથી જાણવા મળ્યું છે કે, EPFO આ યોજનાને બંધ કરી રહ્યું છે, કારણ કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના ખત્મ થવાનું અપડેટ આપ્યું હતું. વાસ્તવમાં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને થોડા દિવસો પહેલા નિવેદન બહાર પાડ્યું હતું કે, કોરોનાની આપાતકાલીન જેવી સ્થિતિ હવે સમાપ્ત થઈ ગઈ છે. જેથી દુનિયાભરમાં તેને લઈને લાગૂ કરવામાં આવેલા પ્રોટોકોલ પણ ખતમ કરી શકાય છે. WHOના આ નિવેદન બાદ EPFOએ પણ કોરોનાકાળમાં શરૂ કરેલી તેની એક ખાસ સ્કીમને બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

કેમ ખાસ હતી આ સ્કીમ?

ઈકોનોમિક ટાઈમ્સના અનુસાર, EPFOએ ગત દિવસોમાં એક મીટિંગમાં નિર્ણય કર્યો હતો કે, કોવિડ એડવાન્સ સ્કીમને હવે બંધ કરવામાં આવી રહી છે. આ યોજના હેઠળ પીએફ સબ્સક્રાઈબરને કોઈ કારણ જણાવ્યા વિના તેના ખાતામાંથી રૂપિયા નીકાળવાની છૂટ હતી. દરેક ખાતાધારક આ યોજના હેઠળ 2 વખત રૂપિયા નીકાળી શકે છે. જો કે, આ વિશે હજુ સુધી સત્તાવાર તરીકે કોઈ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી. પરંતુ બેઠકમાં તેને લઈને નિર્ણય આવી ચૂક્યો છે. શું હવે કરી શકાય અપ્લાય?

આ મામલે સંબંધિત એક અધિકારીએ જણાવ્યું કે, તેને લઈને વહેલી તકે નોટિફિકેશન બહાર પાડવામાં આવશે. હાલ EPFOની સત્તાવાર વેબસાઈટ પર કોવિડ એડવાન્સ સુવિધાના વિકલ્પને બંધ કરી દેવામાં આવ્યું છે. જેથી હવે પીએફ ખાતાધારક આ યોજના હેઠળ અપ્લાય કરી શકશે નહીં.

શ્રમ અર્થશાસ્ત્રી કેઆર શ્યામ સુંદર કહે છે કે, EPFOનો આ નિર્ણય એકદમ સાચો છે. પહેલાથી જ આ સુવિધાને બંધ કરી દેવાની જરૂર હતી. આ સુવિધા કોરોનાકાળમાં પ્રભાવિત લોકોની આર્થિક મદદ માટે શરૂ કરવામાં આવી હતી અને લગભગ 30 ટકા સબ્સક્રાઈબરે તેનો ફાયદો પણ ઉઠાવ્યો છે. વધારે ઉપાડના કારણે EPFOની પાસે રોકાણ કરવા માટે પર્યાપ્ત ફંડ નહી બચે અને સારું રિટર્ન આપવા માટે વધારે જોખમ ઉઠાવવું પડશે. કોવિડ દરમિયાન કટોકટીની સ્થિતિમાં શરૂ કરવામાં આવેલી આ યોજનાનો લાભ લગભગ 2.2 કરોડ ગ્રાહકોએ લીધો છે. 3 વર્ષ દરમિયાન પીએફ ખાતામાંથી 48,075.75 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. EPFOના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે નાણાકીય વર્ષ 2020-21માં 17,106.17 કરોડ રૂપિયા, 2021-22માં 19,126.29 કરોડ રૂપિયા અને 2022-23માં 11,843.23 કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. EPFO પાસે હાલમાં 6 કરોડથી વધુ ગ્રાહકો છે અને 20 લાખ કરોડથી વધુનું ફંડ છે.

કેટલા રૂપિયા નીકાળવાની છૂટ

યોજના હેઠળ પીએફ ખાતાધારકોને હવે બેસિક પગારના 3 ગણા કે પછી ખાતામાં જમા રકમના 75 ટકા, બંનેમાંથી જે પણ ઓછું હોય, તેટલી રકમ નીકાળવાની છૂટ હતી. આ રૂપિયાને પરત ખાતામાં નાખવાની પણ જરૂર ન હતી. બધા પીએફ ખાતાધારકોને સમાન રૂપથી તેનો ફાયદો આપવામાં આવ્યો હતો અને આ જ કારણ રહ્યું કે, એક તૃતિયાંશ કર્મચારીઓને તેનો ફાયદો મળ્યો.

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More