સુરેન્દ્રનગર વઢવાણ, દુધરેજ સંયુક્ત નગરપાલિકાના સફાઈ કામદારોને ત્રણ-ચાર માસથી પગાર નથી થયો,નગરપાલિકા પાસે ભંડોળનો અભાવ છે

સુરેન્દ્રનગર વઢવાણ, દુધરેજ સંયુક્ત નગરપાલિકાના સફાઈ કામદારોને ત્રણ-ચાર માસથી પગાર નથી થયો,નગરપાલિકા પાસે ભંડોળનો અભાવ છે,ટેક્ષની માતબર રકમ કયા આખલા ચરી જાય છે..? સરકારી તાયફા કરવામાં પાછુ વાળીને જોતા નથી ત્યારે આવા નાના કામદારોને ભોગવવું પડે.આ કામદારોની બીજી અનેક ગંભીર માંગણીઓ પણ છે,કોન્ટ્રાક્ટ પધ્ધતિથી એમનું શોષણ થઈ રહ્યુ છે તેથી કાયમી કામદાર તરીકેની નિમણૂંક અને લાભો મળે તો છેવાડાના માણસોનું કલ્યાણ થાય.મોટા ઉપાડે ગળામાં ખેસ નાખી વિકસિત ભારતની સંકલ્પ યાત્રાઓ કાઢી રહ્યા છો ત્યારે પહેલા આ સફાઈ કામદારોને પગાર આપો પછી,કાયમી કરો પછી જે તાયફાઓ કરવા હોય તે કરો.
નગરપાલિકાઓમાં સફાઈ કામદાર તરીકે મોટા ભાગે વાલ્મિકી સમાજના ભાઈઓ બહેનો કામ કરે છે ત્યારે ભાજપમાં અનુસૂચિત જાતિના મોરચાના,અનામત સીટ પર ચૂંટાયેલા સભ્યો,ચેરમેનો,જીલ્લા,તાલુકા પંચાયતના સભ્યો,ન્યાય સમિતિના ચેરમેનો અને જીલ્લામાં અનામત સીટ ઉપર ચૂંટાયેલા ધારાસભ્યશ્રીની ફરજ છે કે આ ભાઈ-બહેનીની સમસ્યાને સાંભળે અને સહકાર આપે.
અમૃત મકવાણા
પ્રદેશ સંગઠન મંત્રી,સૌરાષ્ટ્ર ઈસ્ટ ઝોન
આમ આદમી પાર્ટી.ગુજરાત
03/01/2024
સુરેન્દ્રનગર.

રિપોર્ટર પરમાર ભગીરથસિંહ મુળી

Hiren Chauhan
Author: Hiren Chauhan

Leave a Comment

Read More