(1) ઝાલાવાડ ગ્રાઉન્ડમાં એક પછી એક રમતની સ્પર્ધા યોજવાનું આહવાહન
(2) શહેર અને ગ્રામ્યના યુવાનોની 8 ટિમો જોડાઈ હતી
(3) કુલ 120 ખેલાડીઓ આ ટુર્નામેન્ટમાઁ પોતાની પ્રતિભા બતાવશે
(4) ધ્રાંગધ્રાની ઐતિહાસિક ધરોહર ઉપર ટીમના નામ અપાયા હતા
(5) રણમલ સાગર અને માન મહેલાત ઇલેવન વચ્ચે ફાઇનલ રમાણી
ઐતિહાસિક નગરી ધ્રાંગધ્રા એના સાંસ્કૃતિક, ધાર્મિક અને રજવાડું ઇતિહાશ સાથે રમત ગમતમાઁ પણ આગવું સ્થાન ધરાવે છે એમાં ય ક્રિકેટ ધ્રાંગધ્રાવાસીઓની પ્રિય રમત હંમેશાથી રહી છે. ધ્રાંગધ્રા નગરપાલિકા દ્રારા ધ્રાંગધ્રા વાસીઓની શારીરિક ક્ષમતામાં વધારો થાય અને રમત ગમતમાઁ પણ યુવાનો જોડાય તેં હેતુથી આયોજનો થતા આવ્યા છે ત્યારે ફરી એક નિઃશુલ્ક ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. એક પણ રૂપિયો લીધા વગર સમગ્ર આયોજનની જવાબદારી ધ્રાંગધ્રા પાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, સ્પોર્ટ્સ ચેરમેન કરણદેવસિંહ જાડેજા અન્ય સુધરાઈ સભ્યો અને ગામના નામી ક્રિકેટ સ્ટાર નિલેશ રાવલ તેમજ ભરત ગઢવીએ ઉઠાવી હતી. ચૂનિંદા 120 ખેલાડીઓની હરાજી બાદ કુલ 8 ટિમોએ આ ટુર્નામેન્ટમાઁ ભાગ લીધો હતો ત્યારે આજે ટુર્નામેન્ટ ની ફાઇનલ મેચ રમાણી હતી.ધ્રાંગધ્રા ની ઐતિહાસિક ધરોહર અને સાંસ્કૃતિક સ્થળો ઉપર થી 8 ય ટિમો નાં નામ આપેલ હતા. જેમાં મનમાહેલાત ઇલેવન અને રણમલ સાગર ઇલેવન પોતાના ઉત્તમ પ્રદર્શન સાથે ફાઇનલ માઁ પહોંચ્યા હતા જેમાં રણમલ સાગર ઇલેવન વિજેતા બની હતી. ટુર્નામેન્ટનાં અંતે ઉપસ્થિત મહેમાનો આઈ કે જાડેજા, ભાજપ જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ, જિલ્લા મહામંત્રીઓ, કોષધ્યક્ષ સહીત ધ્રાંગધ્રા પાલિકા પ્રમુખ, ધ્રાંગધ્રા ભાજપ સંગઠન પ્રમુખ,મહામંત્રી તેમજ ધ્રાંગધ્રા સંગઠન અને સુધરાઈ સભ્યોની વિશેષ હાજરીમા ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, મેન ઓફ ઘી સિરીઝ, રનર્સ અપ ટ્રોફી અને વિજેતા ટ્રોફીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા દ્રારા વર્ષમાં અલગ અલગ રમત ની પસંદગી કરી 4 ટુર્નામેન્ટો રમાડવાનું આહવાહન કર્યું હતું જેમાં તત્કાલ પાલિકા સ્પોર્ટ્સ ચેરમેન કરણ દેવસિંહ જાડેજા એ ટૂંક જ સમયમાં વોલીબોલ ટુર્નામેન્ટ રમાડવામાં આવશે એમ જાહેરાત કરી હતી
રિપોર્ટ : રવિરાજ સિંહ પરમાર… ધ્રાંગધ્રા