11 જાન્યુઆરીએ બનારસ-વેરાવળ અને સુરત-મહુવા ટ્રેનો ડાયવર્ટ કરાયેલા રૂટ અમદાવાદ-વિરમગામ-બોટાદ પર દોડશે  

 

પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝનના સાબરમતી યાર્ડ ખાતે એન્જિનિયરિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે ભાવનગર ડિવિઝન થઈને દોડતી સુરત-મહુવા (09111) અને બનારસ-વેરાવળ (12946) ટ્રેનોને 11.01.2024ના રોજ તેમના નિર્ધારિત રૂટ અમદાવાદ-ગાંધીગ્રામ-બોટાદને બદલે બદલાયેલ રૂટ અમદાવાદ-વિરમગામ-બોટાદ થઈને દોડશે. બંને ટ્રેનો અમદાવાદ પછી સીધી બોટાદ સ્ટેશને ઉભી રહેશે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા મુજબઆ ટ્રેનોનું વિગતવાર વર્ણન નીચે મુજબ છે:-

10.01.2024 ના રોજ સુરતથી મહુવા જતી ટ્રેન નંબર 09111 સુરત-મહુવા એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત રૂટ અમદાવાદ-ગાંધીગ્રામ-બાવળા-ધોળકા-ધંધુકા-બોટાદને બદલે બદલાયેલા રૂટ અમદાવાદ-વિરમગામ-બોટાદ થઇને દોડશે. 11.01.2024 ગુરુવારના રોજ અમદાવાદ પહોંચ્યા પછીઆ ટ્રેન ગાંધીગ્રામ-બોટાદ રૂટ પર દોડશે નહીંજેના કારણે આ ટ્રેન ગાંધીગ્રામબાવળાધોળકા અને ધંધુકા સ્ટેશન પર ઉભી રહેશે નહીં.

10.01.2024 ના રોજ બનારસથી વેરાવળ સુધી દોડતી ટ્રેન નંબર 12946 બનારસ-વેરાવળ સુપરફાસ્ટ ટ્રેન તેના નિર્ધારિત રૂટ અમદાવાદ-સરખેજ-બાવળા-ધંધુકા-બોટાદને બદલે બદલાયેલા રૂટ અમદાવાદ-વિરમગામ-બોટાદ થઇને દોડશે. 11.01.2024 ગુરુવારના રોજ અમદાવાદ પહોંચ્યા પછીઆ ટ્રેન સરખેજ-બાવળા-ધંધુકા-બોટાદ રૂટ પર દોડશે નહીંજેના કારણે આ ટ્રેન સરખેજબાવળા અને ધંધુકા સ્ટેશન પર ઉભી રહેશે નહીં.

રેલવે પ્રશાસન રેલવે મુસાફરોને થયેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે. રેલ્વે પેસેન્જર ટ્રેનોના સંચાલનથી સંબંધિત નવીનતમ અપડેટ્સ વિશેની માહિતી માટેવેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો જેથી કોઈ અસુવિધા ન થાય.

Leave a Comment

Read More

દીપાવલી અને નુતનવર્ષ તહેવાર નિમિતે ગોંડલીયા પરિવાર તરફથી ભુદેવ પરિવારોને મીઠાઈ-ફરસાણ ની ભેટ આપવામાં આવી… 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 મૂળ શિવરાજગઢ ના ગૌ.વા.શાંતાબેન હરિભાઈ ગોંડલીયા પરિવારના હાલ રાજકોટ રસિકભાઈ ગોંડલીયા,કાશ્મીરાબેન ગોંડલીયા અને દામજીભાઈ ગોંડલીયા અને ગોંડલીયા પરિવાર તરફથી દીપાવલી અને નૂતન વર્ષ તહેવાર માં ગોંડલ સમસ્ત બ્રહ્મ સમાજના જરૂરિયાતમંદ પરિવારના 25 પરિવારોને શુદ્ધ ઘી મોહનથાળની મીઠાઈ 1 કીલો અને છપ્પનભોગ ચેવડો ફરસાણ ની ભેટ સમાજસેવી હિતેશભાઈ દવે ના સહયોગ થી ગોંડલીયા પરિવાર તરફથી ગૌ.વા.માતાપિતા શાંતાબેન હરિભાઈ ગોંડલીયા ની સ્મૃતિ માં ભેટ આપવામાં આવી.. રસિકભાઈ ગોંડલીયા પરિવાર તરફથી અવારનવાર જરૂરિયાતમંદ ગરીબ વિધાર્થીઓને અને સમસ્ત બ્રહ્મ સમાજ પરિવારજનો ને અનાજ,શૈક્ષણિક સાધનો તેમજ અન્ય વસ્તુઓની સહાય કરવામાં આવે છે..સમાજસેવી હિતેશભાઈ દવે દ્વારા આ સહાય યોગ્ય વ્યક્તિ અને પરિવાર ને પહોંચતી કરવાની સેવા કરવામાં આવે છે…