કોડીનાર તાલુકાના ના ડોળાસા ખાતે આવેલ આત્મીય વિદ્યાલય માં બે દિવસ માટે રમતોત્સવ યોજાયો

ડોળાસા તા.૯., કોડીનાર તાલુકાના ડોળાસા ગામે આવેલ આત્મીય વિદ્યાલય શાળા સંકુલ માં બે દિવસ નો શાળા ના બાળકો વચ્ચે નો રમતોત્સવ યોજાયો હતો.જેમાં શાળા માં ભણતા મોટા ભાગ ના બાળકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
ડોળાસા ની આત્મીય વિદ્યાલય માં ભણતા બાળકો માં અભ્યાસ ની સાથે રમત ગમત માં પણ રુચિ રહે તેવા હેતુ થી શાળા શંકુલ ના વિશાળ પટ્ટાગણ બે દિવસ માટે નો ” મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ ” નું શાળા સંચાલકો દ્વારા આયોજન કરવા માં આવ્યું હતું.જેના નાના નાના ભૂલકાઓ ..અને પ્રાથમિક શાળા ના ઉપાલા ધોરણ ના બાળકો એ પણ ભાગ લીધો હતો.એક થી ત્રણ સ્થાન મેળવનાર બાળકો ને મેડલ અર્પણ કરી પ્રોત્સાહિત કરવા માં આવ્યા હતા.
…………શાળા સંચાલકો અને શાળા ના સ્ટાફ ની જહેનાત ના કારણે આ કાર્યક્રમ અપેક્ષા કરતાંય વધુ સફળ રહ્યો હતો.શાળા ના આચાર્ય શ્રી એ જણાવ્યું હતું કે શાળા ના બાળકો ભવિષ્યમાં રમત ગમત…કુસ્તી..એથલેટિક્સ વિગેરે રમતો માં દેશ નુ નામ રોશન કરે અને બળકો માં ખેલ ભાવના અને ..ખેલ દિલી ની ભાવના નો ઉદભવ થાય તેવા શાળા કક્ષાએ થી એક પ્રયાસ છે.

.

Leave a Comment

Read More

એન્કરવાલા અહીંસાધામ દ્વારા ભૂરક્ષા, જલરક્ષા, જીવરક્ષા, પર્યાવરણ રક્ષા માટેનાં ઉદેશ્યથી જીવદયાપ્રેમીઓ માટે તા.૦૪ જાન્યુઆરી શનીવાર થી તા.૦૫ જાન્યુઆરી રવિવાર સુધી અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલનનું આયોજન.