વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા ગુજરાત પધારેલા યુએઈના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનનું અમદાવાદ એરપોર્ટ પર ઉષ્માસભર સ્વાગત કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી

યુએઈ રાષ્ટ્રપ્રમુખને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને વિદેશ મંત્રી શ્રી એસ.જયશંકરે આવકાર્યા

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા યુએઈના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા, જ્યાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં તેમનું ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું હતું. યુએઈ રાષ્ટ્રપ્રમુખને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને વિદેશ મંત્રી શ્રી એસ.જયશંકરે આવકાર્યા હતા.

આ તકે અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભા જૈન, રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર, ફોરેન સેક્રેટરી શ્રી વિનય ક્વાત્રા, યુએઈના ભારતીય એમ્બેસેડર શ્રી સુંજય સુધીર, રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય, અમદાવાદના પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિક, ગલ્ફના જોઇન્ટ સેક્રેટરી શ્રી અસીમ મહાજન, ચીફ પ્રોટોકોલ ઓફિસર શ્રી જ્વલંત ત્રિવેદી, અમદાવાદ જિલ્લા કલેકટર સુશ્રી પ્રવીણા ડી.કે. સહિતના મહાનુભાવોએ યુએઈના રાષ્ટ્રપ્રમુખશ્રીને આવકારી સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે એરપોર્ટ ખાતે યુએઈના રાષ્ટ્રપ્રમુખને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું. ગુજરાતની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરીને તેમને આવકારવામાં આવ્યા હતા.

Leave a Comment

Read More

એન્કરવાલા અહીંસાધામ દ્વારા ભૂરક્ષા, જલરક્ષા, જીવરક્ષા, પર્યાવરણ રક્ષા માટેનાં ઉદેશ્યથી જીવદયાપ્રેમીઓ માટે તા.૦૪ જાન્યુઆરી શનીવાર થી તા.૦૫ જાન્યુઆરી રવિવાર સુધી અહિંસા-જીવદયા વિષય પર બે દિવસીય મેગા સંમેલનનું આયોજન.