ભાવનગર ડિવિઝનના 8 કર્મચારીઓને રેલવેની કાર્ય પ્રણાલીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ડીઆરએમ એવોર્ડ (DRM Award)થી સન્માનિત કરવામાં આવ્યા. કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનના ડીઆરએમ શ્રી રવીશ કુમારે તેઓને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી પ્રમાણપત્ર આપીને તેમનું સન્માન કર્યું હતું. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ કર્મચારીઓને નવેમ્બર-2023 મહિનામાં રેલ્વે સંરક્ષા અને પ્રબંધનમાં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તમામ કર્મચારીઓને ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવીશ કુમાર દ્વારા પ્રશસ્તિપત્ર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે સીનિયર ડિવિઝનલ ઓપરેશન મેનેજર શ્રી અભિનવ જેફ ઉપસ્થિત રહ્યા હતા.
એવોર્ડ મેળવનાર કર્મચારીઓની વિગતો નીચે મુજબ છેઃ શ્રી કેશવાનંદ ઝા (CTNL/ભાવનગર મંડલ), શ્રી ઉમેશ કુમાર (ટ્રાફિક ઈન્સ્પેક્ટર-ભાવનગર પરા), શ્રી પારસ કિરણભાઈ પુરોહિત (કાંટેવાલા-જૂનાગઢ જં.), શ્રી સત્યેન્દ્ર પ્રસાદ (ટ્રાફિક નિરીક્ષક-અમરેલી), શ્રી હિતેશ એમ. સરવૈયા (કાંટેવાલા-નિંગાળા), શ્રી ઘનશ્યામ સી. (કાંટેવાલા-લાઠીદડ), શ્રી શાંતિલાલ એમ. (કાંટેવાલા-બોટાદ) અને શ્રી ચંદ્રપ્રકાશ સિંહા (કાંટેવાલા-ઢસા જં.).
ઉપરોક્ત રેલ્વે કર્મચારીઓએ સતર્કતા અને તકેદારી સાથે કામ કરીને, સંભવિત રેલ્વે અકસ્માતો અટકાવવામાં અને કાર્ય પ્રણાલીને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આમાં ટ્રેન પ્રબંધન પ્રણાલીમાં ઉત્કૃષ્ટ ભૂમિકા ભજવવી, સતત સ્પાર્કિંગની નોંધ લેવી, અતિરિક્ત ખર્ચને ઘણી હદ સુધી નિયંત્રિત કરવી અને હૈંગિંગ પાર્ટને નોટિસ કરવા વગેરેનો સમાવેશ થાય છે.
Author: ભાગવત ભૂમિ
Hi