રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન સોનલબેન સેલારા એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, વોર્ડ નં.૧૫માં આજી ડેમ પાસે, કિશાન ગૌ શાળા રોડ પર મર્યાદાપુરુષોત્તમ ભગવાન શ્રીરામના જીવનપ્રસંગોને આવરી લેતું સંપૂર્ણ કુદરતી વાતાવરણ ધરાવતું અર્બન ફોરેસ્ટ “રામવન” આજી ડેમ પાસે વિકસિત કરી, જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવેલ છે.
રામ જન્મભૂમિ “અયોધ્યા” ખાતે નિર્માણ પામેલ રામ મંદિરની પુન:પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વધુમાં વધુ નાગરિકો “રામવન”ની મુલાકાત લઇને મર્યાદાપુરુષોત્તમ ભગવાન શ્રીરામના જીવનચરિત્ર પોતાના જીવનમાં અમલમાં મુકે તે હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત “અર્બન ફોરેસ્ટ” (રામવન)ની તા.૨૨/૦૧/૨૦૨૪, સોમવારના રોજ મુલાકાત માટે એક દિવસ નિ:શુલ્ક પ્રવેશની આપવાની જાહેરાત કરતા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલ છે.
ભારત દેશના ઈતિહાસમાં અભૂતપૂર્વ કહી શકાય તેવી રામ જન્મભૂમિ “અયોધ્યા” ખાતે નિર્માણ પામેલ રામ મંદિરની પુન:પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત શહેરના વધુમાં વધુ નાગરિકોને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત “અર્બન ફોરેસ્ટ” (રામવન)ની તા.૨૨/૦૧/૨૦૨૪ના રોજ મુલાકાત લેવા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ અપીલ અને અનુરોધ કરેલ છે.