પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે તા.૧૧/૦૧/૨૦૨૩ ને ગુરુવાર ના અમાસ દિવસે અયોધ્યા થી આવેલ પૂજિત અક્ષત (ચોખા) કળસ ને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર ના દેવળ માં પધરાવવા માં આવશે તેમજ વિધિ વિધાન થી પૂજાવિધિ કરવામાં આવશે ત્યારબાદ મહાપ્રસાદ નું આયોજન રાખેલ છે…
આ કાર્યક્રમ માં જગ્યા ના મહંત પ. પૂ. શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ તેમજ પૂજ્ય શ્રી ભયલુબાપુ તેમજ બાળઠાકર શ્રી પૃથ્વીરાજબાપુ સહિત ઠાકર પરિવાર તેમજ બોટાદ જિલ્લા વિશ્વ હિન્દૂ પરિષદ , બજરંગ દળ , આર.એસ.એસ ના હોદેદારશ્રીઓ તેમજ બોટાદ અને પાળીયાદ ગામ ના આગેવાનશ્રીઓ વેપારીઓ ભાઈઓ તેમજ બહેનો ના મંડળો તેમજ વિહળ પરિવાર સેવક સમુદાય આ અમૂલ્ય લ્હાવો લેવા તેમજ અક્ષત કળસ ના દર્શન અને મસ્તક પર રાખી ધન્યતા અનુભવશે
Author: ભાગવત ભૂમિ
Hi